જામનગરમાં વોકિંગમાં નીકળેલી મહિલાના ગળામાંથી રૂ.95 હજારનો સોનાનો ચેઇનની ચિલઝડપ
જામનગર, 21 ઓગસ્ટ (હિ.સ.) :જામનગરના ગુલાબનગર વિસ્તારમાં સોસાયટીમાં રાત્રિના સમયે ચાલવા નીકળેલી મહિલાના ગળામાંથી અજાણ્યા શખ્સે સોનાનો ચેઇન ઝૂંટવી લેતાં ચકચાર મચી છે. બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચીલઝડપ કરનાર બે અજાણ્યા
જામનગર પોલીસ


જામનગર, 21 ઓગસ્ટ (હિ.સ.) :જામનગરના ગુલાબનગર વિસ્તારમાં સોસાયટીમાં રાત્રિના સમયે ચાલવા નીકળેલી મહિલાના ગળામાંથી અજાણ્યા શખ્સે સોનાનો ચેઇન ઝૂંટવી લેતાં ચકચાર મચી છે. બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચીલઝડપ કરનાર બે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

ગુલાબનગર-2, દયાનંદ કોલોની વિસ્તારમાં રહેતા અને ઘરકામ કરતા જયશ્રીબેન કિશોરભાઈ પરમાર (ઉં.વ. 56) તા. 2 ઓગસ્ટની રાત્રે આશરે દસ વાગ્યાના અરસામાં પાડોશમાં રહેતા મધુબેન સાથે જમ્યા બાદ સોસાયટીની શેરીમાં ચાલવા નીકળ્યા હતા. દરમિયાન માથામાં કેપ પહેરેલો એક અજાણ્યો શખ્સ પાછળથી ચાલતો આવ્યો હતો અને મહિલાની બાજુમાં આવી ગળામાં પહેરેલો સોનાનો ચેઇન અચાનક ઝૂંટવી લીધો હતો.

ચેઇન ઝૂંટવી લીધા બાદ આરોપી થોડે દૂર મોટરસાઇકલ લઇને ઊભેલા અન્ય એક અજાણ્યા શખ્સની પાછળ બેસી ગયો હતો અને બંને શખ્સો મોટરસાઇકલ પર ફરાર થઇ ગયા હતા. મોટરસાઇકલની પાછળ નંબર પ્લેટ હતી કે નહીં તે ફરિયાદી જોઇ શક્યા નહોતા.

ઝૂંટવાયેલો સોનાનો ચેઇન આશરે 21 ગ્રામ વજનનો અને હાલની કિંમત આશરે રૂ.95,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મહિલાએ આ ચેઇન વર્ષ 2004માં ખરીદ્યો હોવાનું અને બિલ હાલ પોતાની પાસે ન હોવાનું જણાવ્યું છે. બનાવ અંગે મહિલાએ કોઇ ચોક્કસ શખ્સ સામે શંકા વ્યક્ત કરી નથી. સિટી બી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ 304(2), 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande