વડોદરાના સમા-સાવલી રોડ પર આવેલી હરિઓમ કાઠિયાવાડી હોટેલમાં આરોગ્ય વિભાગનો દરોડો, ગંદકી મળતા હોટેલ સીલ બંધ કરાવાઈ
વડોદરા , 21 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના સમા-સાવલી રોડ વિસ્તારમાં આવેલી હરિઓમ કાઠિયાવાડી હોટેલમાં વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અચાનક દરોડો પાડતા ગંભીર સ્વચ્છતાના ભંગના કિસ્સાઓ સામે આવ્યા હતા. તપાસ દરમિયાન હોટેલમાં અત્યંત ગંદકી વચ્ચે ભોજન તૈયા
દરોડો


દરોડો


દરોડો


દરોડો


વડોદરા , 21 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના સમા-સાવલી રોડ વિસ્તારમાં આવેલી હરિઓમ કાઠિયાવાડી હોટેલમાં વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અચાનક દરોડો પાડતા ગંભીર સ્વચ્છતાના ભંગના કિસ્સાઓ સામે આવ્યા હતા. તપાસ દરમિયાન હોટેલમાં અત્યંત ગંદકી વચ્ચે ભોજન તૈયાર કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું.

આરોગ્ય વિભાગની ટીમે નિરીક્ષણ દરમિયાન ફ્રિજમાં ભારે ગંદકી જોવા મળી હતી. ઉપરાંત રસોઈમાં ઉપયોગમાં લેવાતા કાચા માલ (રો મટિરિયલ)ના સ્ટોરેજ વિસ્તારમાં પણ અસ્વચ્છતા અને ગંદકીનું પ્રમાણ વધુ હોવાનું નોંધાયું હતું, જેના કારણે ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના આરોગ્ય સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ ગંભીર ખામીઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે હોટેલનું સંચાલન તાત્કાલિક અસરથી બંધ કરાવ્યું છે. વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે જ્યાં સુધી સમગ્ર હોટેલમાં જરૂરી સ્વચ્છતા અને આરોગ્યના ધોરણોનું પાલન કરવામાં નહીં આવે, ત્યાં સુધી હોટેલ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

સાથે જ હોટેલ સંચાલક સામે સંબંધિત કાયદા મુજબ દંડનીય કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. આરોગ્ય વિભાગે શહેરની અન્ય હોટેલો અને ખાણી-પીણીના વ્યવસાયકારોને પણ સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવાની ચેતવણી આપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande