HNGUની કારોબારી સમિતિ (EC) અને એકેડેમિક કાઉન્સિલની બેઠકમા મહત્વના નિર્ણયો.
પાટણ, 21 ઓગસ્ટ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી સમિતિ (EC) અને એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. કુલપતિ કે.સી. પોરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં યુનિવર્સિટીના વહીવટ, શિક્ષણ અને વિદ્યાર્થીઓને લગતા અનેક મહત્વના નિર્ણય
HNGUની કારોબારી સમિતિ (EC) અને એકેડેમિક કાઉન્સિલની બેઠકમા મહત્વના નિર્ણયો.


પાટણ, 21 ઓગસ્ટ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી સમિતિ (EC) અને એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. કુલપતિ કે.સી. પોરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં યુનિવર્સિટીના વહીવટ, શિક્ષણ અને વિદ્યાર્થીઓને લગતા અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા.

નવા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંગેની કાર્યપદ્ધતિ સમજાવતું માતૃભાષાનું પુસ્તક ખરીદવાનો નિર્ણય લેવાયો છે. આ પુસ્તક લાઇબ્રેરીમાં ઉપલબ્ધ કરાવવાની સાથે EC અને BOMના સભ્યોને વ્યક્તિગત નકલો પણ આપવામાં આવશે. NEP અંતર્ગત ચાર વર્ષના અભ્યાસક્રમના માળખા અને ક્રેડિટ અંગેની માર્ગદર્શિકાને પણ મંજૂરી અપાઈ છે.

બિન-શૈક્ષણિક જગ્યાઓની ભરતી માટે ભાગ-2ની પરીક્ષાના સિલેબસને આખરી મંજૂરી આપવામાં આવી છે. કર્મચારી કલ્યાણના ભાગરૂપે કાયમી શૈક્ષણિક અને અશૈક્ષણિક કર્મચારીઓને છઠ્ઠા પગારધોરણ મુજબ 3નો હપ્તો ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. કર્મચારીઓને વિવિધ બેંકિંગ લાભ ઝડપથી મળે તે માટે SBI સાથે MoU કરવાની પણ મંજૂરી અપાઈ છે.

વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે યુનિવર્સિટી હોસ્ટેલમાં માત્ર ₹50ના ભાડે રહેવાની સુવિધા મંજૂર કરવામાં આવી છે. પરીક્ષા કામગીરી માટે આવતા અધ્યાપકો, સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ રાણકીવાવ અને પાટણના સાંસ્કૃતિક વારસાની મુલાકાતે આવતા શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને પણ આ સુવિધા મળશે.

આ ઉપરાંત, સંચાલન ખર્ચમાં નુકસાન કરતી કોલેજોનો સમિતિ દ્વારા નક્કી કરાયેલા ધોરણો મુજબનો વાસ્તવિક ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. બેઠકના અંતે કાર્યકાળ પૂર્ણ કરનારા સભ્યોનો યુનિવર્સિટી પરિવાર વતી આભાર વ્યક્ત કરી એકેડેમિક કાઉન્સિલની બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande