પોરબંદર પોલીસની ક્રાઇમ કોન્ફરન્સમાં કાયદો-વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા સૂચનાઓ.
પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા તેમજ જુલાઈ-2026 દરમિયાન પોલીસની કામગીરીની સમીક્ષા માટે પોલીસ અધિક્ષક કચેરીના ક્રાઇમ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાનીઅધ્યક્ષતામાં ક્રાઇમ ક
પોરબંદર         પોલીસની ક્રાઇમ કોન્ફરન્સમાં કાયદો-વ્યવસ્થાવધુ સુદૃઢ બનાવવા સૂચનાઓ.

પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)જિલ્લામાં

કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ

બનાવવા તેમજ જુલાઈ-2026 દરમિયાન પોલીસની કામગીરીની સમીક્ષા માટે પોલીસ અધિક્ષક કચેરીના ક્રાઇમ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાનીઅધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી.

બેઠકમાં આગામી શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમીના મેળા અને 12મી શરીફના ઝુલુસ દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસરકારક અટકાયતી પગલાં લેવા સૂચના અપાઈ હતી. નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, અસામાજિક તત્વો પરવોચ રાખવા તેમજ ચોરી અને ઘરફોડચોરી અટકાવવા અસરકારક નાઇટ પેટ્રોલિંગ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગ્રામીણ વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવા, HS-MCR ચેકિંગ, શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને અકસ્માતો અટકાવવા જરૂરી પગલાં લેવા પણ સૂચના અપાઈ હતી.વધતા સાયબર ક્રાઇમને રોકવા લોકજાગૃતિ કાર્યક્રમો યોજવા તેમજ ગાંજો અને અન્ય નશાકારક પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ હાથ ધરી વધુ કેસ કરવાપણ માર્ગદર્શન અપાયું હતું.

જુલાઈ માસમાં વર્ષોથી નાસતા ફરતા ગંભીર ગુનાના આરોપીઓને ઝડપી પાડવા, અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા, મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપી પાડવા, ગેરકાયદેસર હથિયારનો કેસ શોધવા તથા અપહરણના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા હતા.

આ ઉપરાંત રાણાવાવ પોલીસ સ્ટેશનના પોક્સો ગુનામાં ફરિયાદીની સગીર પુત્રીના અપહરણ સમયે લઈ જવાયેલા સોનાના દાગીના ‘તેરા તુજકો અર્પણ’કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ ફરિયાદીને પરત કર્યા હતા.ક્રાઇમ કોન્ફરન્સમાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા, નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયા સહિત તમામ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande