ગુજરાત પોલીસમાં 414 કર્મચારીની આંતરજિલ્લા બદલી,કૌટુંબિક રજૂઆતોને ધ્યાને લઈ નિર્ણય
ગાંધીનગર,21 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીજીપી અને મુખ્ય પોલીસ અધિકારીની મંજૂરી બાદ વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કુલ 414 પોલીસ કર્
Inter-district transfer of 414 employees in Gujarat Police


ગાંધીનગર,21 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીજીપી અને મુખ્ય પોલીસ અધિકારીની મંજૂરી બાદ વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કુલ 414 પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશો જાહેર કરાયા છે.

ગુજરાતના વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કુલ 414 પોલીસ કર્મચારીની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. આ બદલીમાં અનાર્મડ/હથિયાર વગરના પોલીસ કોન્સ્ટેબલ, અનાર્મડ/હથિયાર વગરના લોકરક્ષક, આર્મડ/હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, આર્મડ/હથિયારધારી લોકરક્ષક, અનાર્મડ/હથિયાર વગરના હેડ કોન્સ્ટેબલ અને આર્મડ/હથિયારધારી હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

પોલીસ વિભાગની યાદી મુજબ UPC અને ULR કક્ષાના 226 કર્મચારીઓ, APC અને ALR કક્ષાના 129 કર્મચારીઓ તેમજ UHC અને AHC કક્ષાના 59 કર્મચારીની બદલી કરાઈ છે. કર્મચારીઓની વ્યક્તિગત અને કૌટુંબિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓ તથા શહેરોમાં નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવી છે.

બદલી માટે પોલીસ કર્મચારીઓ તરફથી કરવામાં આવેલી રજૂઆતો, ખાસ કરીને પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય તેવા કિસ્સાઓ, તેમજ અન્ય કૌટુંબિક કારણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ઘણા કર્મચારીઓને હાલની ફરજની જગ્યાથી અન્ય શહેર અથવા જિલ્લામાં મોકલવામાં આવ્યા છે.

જાહેર થયેલી યાદીમાં અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, ભરૂચ, નવસારી, વલસાડ, જૂનાગઢ સહિતના વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલીનો સમાવેશ થાય છે. કેટલાક કર્મચારીઓને શહેરમાંથી અન્ય જિલ્લામાં, જ્યારે કેટલાકને ગ્રામ્ય પોલીસ એકમમાંથી શહેરમાં નવી ફરજ સોંપવામાં આવી છે.

પોલીસ વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે બદલી પામેલા કર્મચારીઓએ નવી જગ્યાએ નિયત સમયમર્યાદામાં હાજર થવાનું રહેશે. બદલી બાદ નવી જગ્યાએ ફરજ સંભાળ્યા પછી તેઓને જૂની જગ્યાએ પરત બદલી માટે તાત્કાલિક રજૂઆત કરવાની મંજૂરી નહીં મળે. વિભાગીય તપાસ કે ગંભીર ગુનાની તપાસ જેવી બાબતો ચાલુ હોય તેવા કર્મચારીઓ અંગે પણ બદલીના આદેશમાં જરૂરી શરતો રાખવામાં આવી છે. સંબંધિત કર્મચારીઓએ નિયમાનુસાર આગળની કાર્યવાહી કરવાની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande