જામનગર : ખાનગી કંપનીના સ્ટોર રૂમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા
જામનગર, 21 ઓગસ્ટ (હિ.સ.) : મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા તેમજ અનડીટેક્ટ મિલકત સંબંધિત ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવા રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા આપવામાં આવેલી સૂ
ધરપકડ


જામનગર, 21 ઓગસ્ટ (હિ.સ.) : મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા તેમજ અનડીટેક્ટ મિલકત સંબંધિત ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવા રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને, લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવના સીધા માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા) પોલીસ સ્ટાફ દ્વારા ઘરફોડ ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરિયાદીની ખાનગી કંપનીના સ્ટોર રૂમમાં રાખવામાં આવેલા કન્ટેનરમાંથી કોપરની પ્લેટોની ચોરી થઈ હતી. આ બનાવ અંગે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિંગના આધારે તપાસ હાથ ધરી હતી. જે ચોરીના મુદ્દામાલ સાથે પોલીસે સિક્કા ગામના મહેબુબભાઈ ગુલામભાઈ ઉર્ફે સલીમભાઈ ખલીફા (ઉ.વ.35) તથા ચંગા પાટીયા, ગોરાણીયા પેટ્રોલપંપ નજીક રહેતા ગોપાલસિંહ ભંવરસિંહ રાવણા રાજપુત (ઉ.વ.41)ને ઝડપી લીધા હતા.

પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી કોપર ધાતુની પ્લેટ નંગ-15, કુલ કિંમત રૂ.96,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓની ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande