અપહરણના ગુનામાં પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો
કચ્છ, 21 ઓગસ્ટ (હિ.સ.) ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસની ટીમે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભાગ-અ ગુ. બી.એન.એસ. કલમ 137(2), 87 મુજબના અપહરણના ગુનામા
અપહરણ ના ગુન્હાના આરોપી


કચ્છ, 21 ઓગસ્ટ (હિ.સ.) ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

પોલીસની ટીમે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભાગ-અ ગુ. બી.એન.એસ. કલમ 137(2), 87 મુજબના અપહરણના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપી મેહબુરહશન સુકુરઅલી , રહે. સરપાનગુડી, તા. ગોસાઈગાંવ, જી. કોકરાઝાર, આસામને ગાંધીધામ ખાતેથી શોધી કાઢ્યો હતો.

આરોપીની ગુના સંબંધે પૂછપરછ હાથ ધરવામાં આવતા તેની સંડોવણી જણાઈ આવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલ આરોપી સામે ગુના અંગેની વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ સમગ્ર કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એલ.એન. વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande