ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે 132 નવનિયુક્ત પદાધિકારીઓ માટે, ‘ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ’ યોજાયો
‘સશક્ત પંચાયત, સશક્ત ગામ, સશક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે, ગાંધીનગરમાં પંચાયતી રાજ પ્રતિનિધિઓની ક્ષમતા નિર્માણ તાલીમ ગાંધીનગર, 21 ઓગસ્ટ (હિ.સ.) : પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સુદ્રઢ, લોકાભિમુખ અને સુગ્રથિત બનાવવાના ઉદ્દેશથી જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પ
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


‘સશક્ત પંચાયત, સશક્ત ગામ, સશક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે, ગાંધીનગરમાં પંચાયતી રાજ પ્રતિનિધિઓની ક્ષમતા નિર્માણ તાલીમ

ગાંધીનગર, 21 ઓગસ્ટ (હિ.સ.) : પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સુદ્રઢ, લોકાભિમુખ અને સુગ્રથિત બનાવવાના ઉદ્દેશથી જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગાંધીનગર સેક્ટર-19 સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે એકદિવસીય “ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના મળીને કુલ 132 જેટલા નવનિયુક્ત પદાધિકારીઓ અને સદસ્યઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

તાલીમ સત્રનો પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત (ઈ.ચા)જિલ્લા વિકાસ અધિકારી નિલોફર શેખ દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં તેમણે ઉપસ્થિત સર્વે ને આવકારવા સાથે આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર પ્રકાશ પાડતા તેમણે, પંચાયતી રાજના સશક્તિકરણ અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા ઉપર વિશેષ ભાર મુક્યો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નવનિયુક્ત પદાધિકારીઓને સંબોધન કરતાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,તમને મળેલું પદ એ માત્ર હોદ્દો નથી, પરંતુ ગ્રામ્ય વિકાસ અને પ્રજાસેવાની એક મહત્વપૂર્ણ તક છે. પંચાયતી રાજ એ લોકશાહીનો પાયો છે. સ્થાનિક પદાધિકારીઓ જ ગામના લોકોની જરૂરિયાતો અને પ્રશ્નોને સૌથી નજીકથી સમજી શકે છે.

માટે આ તાલીમનો હેતુ પદાધિકારીઓને કાયદાકીય જોગવાઈઓ, ગુજરાત પંચાયત અધિનિયમ, કારોબારી નિયમો, નાણાકીય વ્યવસ્થાપન, અને વિવિધ સમિતિઓની કામગીરી અંગે વ્યવહારુ સમજ આપવાનો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તાલીમ દરમિયાન પ્રશ્નો પૂછીને પોતાના વિસ્તારની વાસ્તવિક સમસ્યાઓ સાથે તાલીમના વિષયોને જોડીને મન મૂકીને શીખો,એજ આ તાલીમની સાચી સફળતા હશે

આ સાથે જ તેમણે ગ્રામ્ય વિકાસના મુદ્દાઓ ગામોમાં શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી, રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધાઓ મજબૂત કરવા સાથે સુશાસન અને પારદર્શિતા પર પણ ભાર મૂક્યો હતો. અને જણાવ્યું હતું કે, મહિલાઓ, બાળકો અને નબળા વર્ગો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવી,ડિજિટલ સેવાઓ અને ઇ-ગવર્નન્સ પોર્ટલનો વધુ ઉપયોગ કરીને વહિવટમાં પારદર્શિતા લાવવી એ ખૂબ જરૂરી છે

તાલીમમાંથી મેળવેલું જ્ઞાન જ્યારે ગામના વિકાસમાં ઉપયોગી બનશે ત્યારે જ સાચી સફળતા મળશે. જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે,આ તાલીમ બાદ સૌ જનપ્રતિનિધિઓ સશક્ત પંચાયત - સશક્ત ગામ - સશક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે

આ તાલીમ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ ટ્રેનિંગ સેશનમાં પંચાયતી રાજ વ્યવસ્થાનો વિગતવાર પરિચય, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સ્થાનિક સ્વરાજ્યમાં ભૂમિકા, તેમની વૈધાનિક સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ અંગે સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

બીજા તાલીમ સત્રમાં 15મા નાણાપંચ અંતર્ગત યોજનાઓનું આયોજન અને અમલીકરણ, ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલનો વહિવટી ઉપયોગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો તથા નાણાકીય વ્યવસ્થાપન, પારદર્શિતા અને જવાબદેહી જેવા મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવ્યા હતા.

ત્યાર પછીના સેશનમાં વિવિધ શાખાધિકારીઓ દ્વારા પંચાયત વહિવટને લગતા વિષયો પર સદસ્યો સાથે સીધો સંવાદ અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ તાલીમથી નવનિયુક્ત જનપ્રતિનિધિઓની કાર્યક્ષમતામાં વધારો થશે અને ગાંધીનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાલીમાર્થીઓનો ઉત્સાહ વધે અને જનસેવાની કામગીરીને વધુ વેગ મળે તે માટે, માણસાના ધારાસભ્ય જે.એસ પટેલ તથા ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ વિશેષ ઉપસ્થિતિ રહી તાલીમ સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.

જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ ચૌધરી, કારોબારી ચેરમેન દિલીપસિંહ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ દહેગામ સોનલબેન પટેલ, તાલુકા પંચાયત તાલુકા પંચાયત પ્રમુખ કલોલ વિષ્ણુભાઈ પટેલ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી હાર્દિક સતાસીયા અને કાદંબરી ત્રિવેદી સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande