બેચરાજીના આયુષ્માન આરોગ્ય મંદિરમાં SRM ટીમે મુલાકાત લીધી
મહેસાણા, 21 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરની SRM ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્ર ખાતે હાજર અધિકારી અને સ્ટાફ સાથે વિવિધ આરોગ્ય સેવાઓ તથા કામગીરી અંગે ચર્ચા કરવામાં આ
બેચરાજીના આયુષ્માન આરોગ્ય મંદિરમાં SRM ટીમે મુલાકાત લીધી


મહેસાણા, 21 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરની SRM ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્ર ખાતે હાજર અધિકારી અને સ્ટાફ સાથે વિવિધ આરોગ્ય સેવાઓ તથા કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

SRM ટીમે આરોગ્ય કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કરી આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે પૂરી પાડવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. સાથે જ દર્દીઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે, કામગીરીમાં નિયમિતતા જળવાય અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય તે અંગે સ્ટાફને સૂચના આપવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન હાજર અધિકારી અને કર્મચારીઓ સાથે કામગીરી સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. SRM ટીમની મુલાકાતનો મુખ્ય હેતુ આરોગ્ય કેન્દ્રની સેવાઓની ગુણવત્તામાં સતત સુધારો લાવવા અને ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.

આ મુલાકાત આરોગ્ય સેવાઓના અસરકારક અમલીકરણ અને ગુણવત્તા સુધારણા માટે માર્ગદર્શક બની હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande