મહેસાણામાં 25 ઓગસ્ટે રોજગાર ભરતીમેળો યોજાશે, શિક્ષિત બેરોજગારોને નોકરીની તક
મહેસાણા, 21 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને ઘરઆંગણે રોજગારીની તકો મળી રહે તે હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણા દ્વારા 25 ઓગસ્ટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રની અંદાજે 5 પ્રતિષ
મહેસાણામાં 25 ઓગસ્ટે રોજગાર ભરતીમેળો યોજાશે, શિક્ષિત બેરોજગારોને નોકરીની તક


મહેસાણા, 21 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને ઘરઆંગણે રોજગારીની તકો મળી રહે તે હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણા દ્વારા 25 ઓગસ્ટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રની અંદાજે 5 પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારોની સીધી પસંદગી કરવામાં આવશે.

ભરતીમેળામાં ભાગ લેવા માટે ઉમેદવારની ઉંમર 18થી 35 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. શૈક્ષણિક લાયકાતમાં ITI ફિટર અને વેલ્ડર, ડિપ્લોમા તેમજ સ્નાતક સુધીનો અભ્યાસ કરનારા ઉમેદવારો ભાગ લઈ શકશે. વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા ઉપલબ્ધ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ભરતીમેળો 25 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10:30 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બ્લોક નં. 1, ગ્રાઉન્ડ ફ્લોર, રાજમહેલ કમ્પાઉન્ડ, જિલ્લા સેવા સદન, મહેસાણા ખાતે યોજાશે. ઉમેદવારોએ પોતાના બાયોડેટાની જરૂરી નકલો અને શૈક્ષણિક સહિતના જરૂરી દસ્તાવેજો સાથે સ્વખર્ચે નિયત સ્થળે હાજર રહેવાનું રહેશે.

જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે કે હાલમાં દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ જગ્યા નોંધાયેલી નથી. મહેસાણા જિલ્લાના લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ યુવાનોને ભરતીમેળાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande