મહેસાણા તાલુકાના નદાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની SRM ટીમે મુલાકાત લીધી
મહેસાણા, 21 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા તાલુકાના નદાસા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની SRM ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્ર ખાતેની કામગીરી, આરોગ્ય સેવાઓ અને વિવિધ વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. SRM ટીમ દ
મહેસાણા તાલુકાના નદાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની SRM ટીમે મુલાકાત લીધી


મહેસાણા, 21 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા તાલુકાના નદાસા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની SRM ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્ર ખાતેની કામગીરી, આરોગ્ય સેવાઓ અને વિવિધ વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

SRM ટીમ દ્વારા હાજર અધિકારી અને આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સાથે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય સેવાઓની ગુણવત્તા વધુ સારી બનાવવા તેમજ કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રના સ્ટાફને દર્દીઓને આપવામાં આવતી સેવાઓ, કામગીરીમાં ગુણવત્તા જાળવવા અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાઓનું યોગ્ય રીતે પાલન કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

SHSRC, SRM અને NHM ગુજરાતના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સંસ્થાઓની કામગીરીનું સતત મૂલ્યાંકન અને માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે. આવી મુલાકાતો દ્વારા આરોગ્ય કેન્દ્રોની સેવાઓમાં ગુણવત્તા સુધારવા અને લોકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande