
મહેસાણા, 21 ઓગસ્ટ (હિ.સ.) : ખેલ મહાકુંભ-3.0 અને ખેલ મહાકુંભ-2025માં તાલુકા તથા જિલ્લા કક્ષાએ વિજેતા બનેલા, પરંતુ ટેકનિકલ કારણોસર રોકડ પુરસ્કારની રકમ બેંક ખાતામાં જમા ન થઈ હોય તેવા ખેલાડીઓ માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મહેસાણા દ્વારા મહત્વની સૂચના આપવામાં આવી છે.
બાકી રહેલા રોકડ પુરસ્કાર મેળવવા માટે સંબંધિત ખેલાડીઓએ પોતાના બેંક ખાતાની વિગતોની ખરાઈ કરાવવા જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. જેમાં બેંક સ્ટેટમેન્ટ, બેંક પાસબુકની નકલ અને કેન્સલ ચેકનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજો ખેલાડીઓએ રૂબરૂમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સરદાર પટેલ જિલ્લા રમત સંકુલ, પાંચોટ-મહેસાણા ખાતે જમા કરાવવાના રહેશે.
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા જણાવ્યા મુજબ તમામ સંબંધિત ખેલાડીઓએ જરૂરી દસ્તાવેજો 25 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં જમા કરાવી દેવાના રહેશે. નિયત સમયમર્યાદા બાદ મળેલી રજૂઆતો કે દસ્તાવેજો ધ્યાને લેવામાં આવશે નહીં અને રોકડ પુરસ્કારની પ્રક્રિયા થઈ શકશે નહીં.
વધુ માહિતી કે માર્ગદર્શન માટે ખેલાડીઓ 9714396635 નંબર પર સંપર્ક કરી શકશે. જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા ખેલાડીઓને સમયસર દસ્તાવેજો જમા કરાવવા અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR