રેલવે ટ્રેનમાં ચોરીના 23 ગુનાઓનો ભેદ ઉકેલાયો, રૂ.5.29 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો
મહેસાણા, 21 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેલવે ટ્રેનમાં મુસાફરોના કિંમતી માલસામાનની ચોરીના અનડિટેક્ટ 23 ગુનાઓનો ભેદ ઉકેલી એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલા કુલ રૂ. 5,29,380ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રેલવે ટ્રેનમાં ચોરીના 23 ગુનાઓનો ભેદ ઉકેલાયો, રૂ.5.29 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાય

મહેસાણા, 21 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેલવે ટ્રેનમાં મુસાફરોના કિંમતી માલસામાનની ચોરીના અનડિટેક્ટ 23 ગુનાઓનો ભેદ ઉકેલી એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલા કુલ રૂ. 5,29,380ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ, મહેસાણા, વડોદરા, નડિયાદ, પાલનપુર અને ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં ટ્રેનમાં મુસાફરોના કિંમતી માલસામાનની ચોરી અંગે ગુનાઓ નોંધાયેલા હતા. આ ગુનાઓની તપાસ દરમિયાન મહેસાણા LCBની ટીમે ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવી હતી.

તપાસ દરમિયાન શંકાસ્પદ ઈસમની હિલચાલ અંગે માહિતી મળતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ અને તપાસમાં રેલવે ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી સાથે સંકળાયેલા કુલ 23 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો કુલ રૂ.5,29,380ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીથી વિવિધ રેલવે પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande