શેરબજારમાં વધુ નફાની લાલચ આપી છેતરપિંડી કરનાર 3 ઝડપાયા, એક કિશોર કાયદાના સંઘર્ષમાં
મહેસાણા, 21 ઓગસ્ટ (હિ.સ.) વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેરબજારમાં રોકાણ કરાવી વધુ નફો અપાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા 3 ઇસમોને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સાથે મહેસાણા LCBએ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ નંબર લ
શેરબજારમાં વધુ નફાની લાલચ આપી છેતરપિંડી કરનાર 3 ઝડપાયા, એક કિશોર કાયદાના સંઘર્ષમાં


મહેસાણા, 21 ઓગસ્ટ (હિ.સ.) વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેરબજારમાં રોકાણ કરાવી વધુ નફો અપાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા 3 ઇસમોને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સાથે મહેસાણા LCBએ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ નંબર લખેલા રેન્ડમ, શેરબજારના સ્ક્રીનશોટની નકલો અને 8 મોબાઇલ સહિત કુલ રૂ.62,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

LCBને બાતમી મળી હતી કે, મલેકપુર ગામમાં વણકર સમાજના સ્મશાન નજીક આવેલા સુથારીયાવાળા આંટામાં એક ખેતરના છાપરામાં કેટલાક ઇસમો લાયસન્સ વિના શેરબજાર સંબંધિત કામગીરી કરી રહ્યા છે. તેઓ મોબાઇલ ફોન મારફતે પોતાને સ્ટોક માર્કેટ એજન્ટ તરીકે ઓળખાવી લોકોને વધુ નફો કમાવવાની લાલચ આપતા હોવાનું જાણવા મળ્યું હતું.

બાતમીના આધારે LCBની ટીમે દરોડો પાડતાં ઠાકોર કનુજી ભુપેન્દ્રજી, ઠાકોર અર્જુનજી ભલાજી અને ઠાકોર અંકિત પ્રવિણજી સહિત 3 ઇસમો તથા એક કિશોર મળી આવ્યા હતા. તપાસમાં આરોપીઓ મોબાઇલમાં Angel One અને Market Pulse જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી શેરબજારની માહિતી મેળવી ગ્રાહકોને ‘ગ્રીન સ્ટોક એડવાઈઝરી’ અને ‘શ્યામ સ્ટોક એડવાઈઝરી’ના નામે ટીપ્સ આપતા હોવાનું સામે આવ્યું હતું.

આરોપીઓ અલગ-અલગ ખોટા નામો ધારણ કરી ડમી સીમકાર્ડ મારફતે લોકોનો સંપર્ક કરતા હતા. આ મામલે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande