રાષ્ટ્રીય ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં બોટાદની નેહલ ઝાપડિયાને બ્રોન્ઝ મેડલ
ભાવનગર,21 ઓગસ્ટ (હિ.સ.) DLSS આદર્શ વિદ્યાલય, બોટાદની પ્રતિભાશાળી ખેલાડી નેહલ ઝાપડિયાએ રાષ્ટ્રીય કક્ષાની ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવી બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. 18 થી 20 ઓગસ્ટ દરમિયાન મહારાષ્ટ્રના પુણે નજીક મહાલુંગે ખાતે આવેલા
મેડલ વિજેતા


ભાવનગર,21 ઓગસ્ટ (હિ.સ.) DLSS આદર્શ વિદ્યાલય, બોટાદની પ્રતિભાશાળી ખેલાડી નેહલ ઝાપડિયાએ રાષ્ટ્રીય કક્ષાની ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવી બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

18 થી 20 ઓગસ્ટ દરમિયાન મહારાષ્ટ્રના પુણે નજીક મહાલુંગે ખાતે આવેલા શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 5મી રાષ્ટ્રીય ટેકવોન્ડો ચેમ્પિયનશિપ યોજાઈ હતી. દેશભરમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નેહલ ઝાપડિયાએ સ્પર્ધામાં આત્મવિશ્વાસ, શિસ્ત, સખત મહેનત અને રમતગમતની કુશળતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.

નેહલની આ સિદ્ધિથી DLSS આદર્શ વિદ્યાલય, બોટાદના રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે. તેની સફળતા શાળામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ અને યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે. નેહલની મહેનત અને સફળતાથી બોટાદની રમતગમત પ્રતિભાને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી છે.

નેહલની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુ સાહેબ, આચાર્ય સંજયભાઈ ધાધલ, રમતગમત વિભાગ તેમજ સમગ્ર DLSS ટીમ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ નેહલ ભવિષ્યમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande