
પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)આર્મી
ભરતી કાર્યાલય, જામનગર દ્વારા આગામી તા. 03 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર, 2026 દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટ્સ
કોમ્પ્લેક્સ, ભાવનગર ખાતે અગ્નિપથ યોજના હેઠળ આર્મી
ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી રેલીમાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ તથા અગ્નિવીર
ટ્રેડમેન (8મું
અને 10મું
પાસ)ની વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા યોજાનાર છે.
પોરબંદર
જિલ્લામાંથી આ ભરતી રેલી માટે કોલલેટર મેળવનાર ઉમેદવારોને શારીરિક તથા લેખિત
પરીક્ષાની સઘન તૈયારી કરાવી ભરતી પ્રક્રિયામાં સફળતા અપાવવાના હેતુથી તા.01 સપ્ટેમ્બર, 2026થી નિવાસી તાલીમનું આયોજન કરવામાં
આવનાર છે. આ તાલીમ દરમિયાન ઉમેદવારોને નિઃશુલ્ક રહેવા તથા જમવાની સુવિધા પણ ઉપલબ્ધ
કરાવવામાં આવશે.
જિલ્લાના
વધુમાં વધુ ઉમેદવારો આ તાલીમનો લાભ મેળવી આર્મી ભરતી રેલીમાં સફળતા પ્રાપ્ત કરે તે
માટે કોલલેટર મેળવનાર ઉમેદવારોએ તા. 29 ઓગસ્ટ, 2026 સુધીમાં જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર ખાતે રૂબરૂ હાજર રહી તાલીમ
માટેનું ફોર્મ ભરવા જણાવવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya