પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂકાંડના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે પ્રતીક ધરણાં, 20થી વધુ કાર્યકરોની અટકાયત કરી.
પાટણ, 21 ઓગસ્ટ (હિ.સ.) પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવનગરમાં સામે આવેલા ડુપ્લિકેટ દારૂકાંડના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે પ્રતીક ધરણાં યોજવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દારૂના અડ્ડાઓ બંધ ક
પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂકાંડના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે પ્રતીક ધરણાં


પાટણ, 21 ઓગસ્ટ (હિ.સ.) પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવનગરમાં સામે આવેલા ડુપ્લિકેટ દારૂકાંડના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે પ્રતીક ધરણાં યોજવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસે ચેતવણી આપતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં ચાલતા દારૂના અડ્ડાઓ સામે ટૂંક સમયમાં કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ દ્વારા ‘જનતા રેડ’ કરવામાં આવશે. ધરણા બાદ આગેવાનો અને કાર્યકરો પોતાની વિવિધ માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા.

જોકે, કલેક્ટર કચેરી પરિસરમાં તૈનાત પોલીસે કોંગ્રેસના કાર્યકરો સામે કાર્યવાહી કરી હતી. પોલીસે 20થી વધુ કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી હતી. સમગ્ર ઘટનાને પગલે કલેક્ટર કચેરી પરિસરમાં થોડા સમય માટે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande