



પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદરમાં
જિલ્લા યુવા ભાજપ અને બ્રહ્માકુમારી
સંસ્થા દ્વારા ‘નશામુક્ત યુવા, વિકસિત
ભારત’ અભિયાન અંતર્ગત વ્યસનમુક્તિ
જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
હતો. કાર્યક્રમનો હેતુ યુવાનોમાં વધતા વ્યસન અંગે જાગૃતિ લાવી તેમને વ્યસનમુક્ત અને સ્વસ્થ જીવન તરફ પ્રેરિત કરવાનો હતો.
કાર્યક્રમમાં
જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, મહામંત્રી પ્રવિણ ખોરાવા અને રેડક્રોસ સોસાયટીના પ્રમુખ રામદેવ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનોને વ્યસનથી થતા નુકસાન અંગે માર્ગદર્શન આપી વ્યસનથી દૂર રહેવા અપીલ કરીહતી. બ્રહ્માકુમારી સંસ્થાની દીદીએ પણ યુવાનોને સકારાત્મક જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત યુવાઓ સહિત ભાઈ બહેનોએ
પોતે તેમજ પોતાના પરિવારને વ્યસનમુક્ત રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.આ પ્રસંગે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ
હર્ષ ગોહેલ, મહામંત્રી ધવલ ઓડેદરા, શહેર યુવા મોરચા પ્રમુખ કિંજન દતાણી, શહેર મહામંત્રી આનંદ અને નેહલબેન સહિત યુવા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને મહાનગરપાલિકાના સદસ્યો ઉપસ્થિતરહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya