પોરબંદરના રાતડીમાં ગેરકાયદે ખનન પર ખાણ-ખનીજ વિભાગનો દરોડો
પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાતડી ગામે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સામે જિલ્લા ખાણ અને ખનીજ કચેરીએ કાર્યવાહી કરી રૂ.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી અને ભૂસ્તરશાસ્ત્રી
રાતડીમાં  ગેરકાયદે ખનન  પર ખાણ-ખનીજ વિભાગનો દરોડો.


રાતડીમાં  ગેરકાયદે ખનન  પર ખાણ-ખનીજ વિભાગનો દરોડો.


રાતડીમાં  ગેરકાયદે ખનન  પર ખાણ-ખનીજ વિભાગનો દરોડો.


રાતડીમાં  ગેરકાયદે ખનન  પર ખાણ-ખનીજ વિભાગનો દરોડો.


રાતડીમાં  ગેરકાયદે ખનન  પર ખાણ-ખનીજ વિભાગનો દરોડો.


પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર

જિલ્લાના રાતડી ગામે ગેરકાયદેસર

ખનન પ્રવૃત્તિ સામે જિલ્લા

ખાણ અને ખનીજ કચેરીએ કાર્યવાહી

કરી રૂ.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી અને ભૂસ્તરશાસ્ત્રી કે.એન.પરમારના માર્ગદર્શન હેઠળ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મિતેષ મોદીની આગેવાનીમાં ટીમે રાતડી ગામે આકસ્મિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજનું બિનઅધિકૃત ખનન અને નિયમોના ભંગ બદલ કુલ 29 મશીનરી તથા વાહનો સીઝ કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 15 બિલ્ડિંગસ્ટોન કટર મશીન, 11 ટ્રેક્ટર, 2 લોડર અને 1 એક્સકેવેટરનો સમાવેશ થાય છે. તમામ જપ્ત સાધનોની અંદાજિત કિંમત રૂ.80 લાખ હોવાનું ખાણ-ખનીજ વિભાગે જણાવ્યું છે.

ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં સંડોવણી અંગે ઉકાભાઈ સાંગાભાઈ મોરી, કોડિયાતર ધાનાભાઈ રૂડાભાઈ, નરેલા દિવ્યેશ રમેશભાઈ, ભીમાભાઈ કેશવાલા, મનીષભાઈ

કાના માવદીયા, નિલેશ ભીમા કેશવાલા અને કિશન રાજુ મોઢવાડિયાના નામ સામે આવ્યા છે. ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ સંબંધિતોને નોટિસ આપવા તથા કેસ દાખલ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર ખનન સામે વિભાગની આ કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande