પાટણ શહેરના વોર્ડ નંબર 11માં પદ્મનાભ રોડ પર ઉભરાતી ગટરથી રહીશો પરેશાન
પાટણ, 21 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ શહેરના વોર્ડ નંબર 11માં પદ્મનાભ રોડ પર લાંબા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. જાહેર માર્ગો પર ગંદા પાણી ભરાતા રહીશો, વાહનચાલકો અને રાહદારીઓને ગંદકી તથા દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છ
પાટણ શહેરના વોર્ડ નંબર 11માં પદ્મનાભ રોડ પર ઉભરાતી ગટરથી રહીશો પરેશાન


પાટણ શહેરના વોર્ડ નંબર 11માં પદ્મનાભ રોડ પર ઉભરાતી ગટરથી રહીશો પરેશાન


પાટણ, 21 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ શહેરના વોર્ડ નંબર 11માં પદ્મનાભ રોડ પર લાંબા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. જાહેર માર્ગો પર ગંદા પાણી ભરાતા રહીશો, વાહનચાલકો અને રાહદારીઓને ગંદકી તથા દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.

વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા રહીશોમાં નારાજગી જોવા મળી હતી. અંતે વોર્ડ નંબર 11ના કોર્પોરેટર આશાબેન રબારીની આગેવાની હેઠળ પદ્મનાભ સોસાયટીના રહીશો પાટણ નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા.

રહીશોએ પાલિકાના કારોબારી ચેરમેન અને ઉપપ્રમુખને રૂબરૂ મળી ગટરની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. ગંદા પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી કરી કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે પાલિકા તંત્રને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande