કુતિયાણામાં નકલી દૂધ બનાવવાનો કારસો ઝડપાયો
પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ભેળસેળયુક્ત અને બનાવટી ખાદ્ય પદાર્થો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટીમ્બિનેશ ગામમાં શંકાસ્પદ રીતે ભેળસેળ યુક્ત
કુતિયાણામાં   નકલી દૂધ બનાવવાનો કારસો ઝડપાયો.


કુતિયાણામાં   નકલી દૂધ બનાવવાનો કારસો ઝડપાયો.


કુતિયાણામાં   નકલી દૂધ બનાવવાનો કારસો ઝડપાયો.


પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર

જિલ્લામાં ભેળસેળયુક્ત અને

બનાવટી ખાદ્ય પદાર્થો સામે

પોલીસે કડક કાર્યવાહી શરૂ

કરી છે. કુતિયાણા પોલીસ સ્ટેશન

વિસ્તારમાં આવેલા ટીમ્બિનેશ ગામમાં શંકાસ્પદ રીતે ભેળસેળ યુક્ત દૂધ તૈયાર કરી સંગ્રહ કરવાના કારસાનો પોરબંદર LCBએ પર્દાફાશ કર્યો છે.

LCBને મળેલી બાતમીના આધારે ટીમ્બિનેશના રબારીકેડા વિસ્તારમાં જય માતાજી દૂધની ડેરી પાસે રહેતા સરમણ ગોગનભાઈ કોડીયાતરના રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી આશરે 30 લીટર શંકાસ્પદ ભેળસેળ યુક્ત દૂધમળી આવ્યું હતું. આ ઉપરાંત 25-25 કિલોના બે ભરેલા અને બે અડધા ભરેલા સ્કીમમિલ્ક પાઉડરના બાચકા મળી કુલ 75 કિલો પાઉડર, તેમજ પામોલીન તેલના 14 ડબ્બા સહિત દૂધમાં ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતી શંકાસ્પદ સામગ્રી મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બનાવ અંગે ફૂડ સેફ્ટી ઓફિસરને જાણ કરવામાં આવતા અધિકારીએ સ્થળ પર પહોંચી શંકાસ્પદ દૂધના સેમ્પલ તપાસ માટે કબજે કર્યા હતા. ત્યારબાદ સ્થળ પર જ બનાવટી દૂધનો નાશ કરવામાં આવ્યો હતો. મળી આવેલી અન્ય સામગ્રી કબજે કરી સરમણ ગોગનભાઈ કોડીયાતર સામે ફૂડ એન્ડ ડ્રગ્સ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande