પ્રોહીબીશનના આરોપીને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો
પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ કરતા ઇસમો સામે પોલીસ દ્વારા પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલ
પ્રોહીબીશનના આરોપીને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો.


પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર

જિલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ કરતા ઇસમો સામે પોલીસ દ્વારા પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના બાદ કુતિયાણા પોલીસ મથકના ગુનામાં આરોપી સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

કુતિયાણા પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં અલગ-અલગ બ્રાન્ડની કંપની સીલપેક વિદેશી દારૂની બોટલો તથા બીયરના ટીન મળી કુલ 2,484 નંગનો રૂ.4,81,988નો મુદ્દામાલ ઝડપાયો હતો. આ જથ્થો મંગાવવાના આરોપમાં દેવડા ગામે રહેતા સેજા ભીખુભાઈ મોરી (ઉં.40) સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સૂરજીત મહેડુના માર્ગદર્શન

હેઠળ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરઆર.કે. કાંબરીયાએ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફતે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ

કરી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટે સેજા મોરી

સામે P.A.S.A. હેઠળ સુરત જેલમાં અટકાયત માટે વોરંટ ઇશ્યૂ કર્યું હતું. ત્યારબાદ એલસીબીની ટીમે પાસા વોરંટની બજવણી કરી આરોપીને સુરત જેલ ખાતે મોકલી આપ્યો હતો. પોલીસ દ્વારા દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ

સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande