ઉદ્યોગનગર પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર ફેમિલી કોર્ટના ભરણપોષણના કેસમાં સજા પામ્યા બાદ છેલ્લા 8 માસથી નાસતા ફરતા આરોપીને ઉદ્યોગનગર પોલીસે ઝડપી પાડી સજા વોરંટની અમલવારી કરી છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી રાજેન્દ્ર
ઉદ્યોગનગર પોલીસે નાસતા ફરતા આરોપીને  ઝડપી પાડ્યો.


પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર

ફેમિલી કોર્ટના ભરણપોષણના કેસમાં સજા પામ્યા બાદ છેલ્લા 8 માસથી નાસતા

ફરતા આરોપીને ઉદ્યોગનગર પોલીસે

ઝડપી પાડી સજા વોરંટની અમલવારી

કરી છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી

રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના હેઠળ નાસતા ફરતા સજા પામેલા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી સુરજીત મહેડુ તથા ઉદ્યોગનગર પીઆઈ એમ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ શરૂ કરી હતી.પોરબંદર ફેમિલી કોર્ટના સી.આર.એમ.એ.નંબર 620/2025ના ભરણપોષણના કેસમાં સજા પામેલો બીપીન રાજેશભાઈ ચુડાસમા (ઉં.વ. 42), રહે. બોખીરા આવાસ કોલોની, પોરબંદર છેલ્લા 8 માસથી નાસતો ફરતો હતો. પોલીસ હેડકોન્સ્ટેબલ વી.કે. ધુઘલ અને પોલીસકોન્સ્ટેબલ મહિપતસિંહ પ્રવીણસિંહે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આરોપી આવાસ કોલોની વિસ્તારમાં હોવાની બાતમી મળતાં પોલીસ ટીમે તાત્કાલિક સ્થળપર પહોંચી તેને ઝડપી લીધો હતો.

આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સજા વોરંટની અમલવારી કરવામાં આવી હતી. ઉદ્યોગનગર પોલીસની આ કામગીરીથી લાંબા સમયથી ફરાર સજા પામેલા આરોપીને કાયદાની પકડમાં લાવવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande