યુપીએસસી પ્રિલિમમાં ક્વોલિફાઈ ઉમેદવારોની મેઈન્સની પરીક્ષા શરૂ,આજથી 30 ઓગસ્ટ સુધી પરીક્ષા
- ઓળખ-એડમિન કાર્ડના વેરિફિકેશન બાદ સેન્ટરમાં પ્રવેશ - અમદાવાદમાં એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં પરીક્ષા સેન્ટર અમદાવાદ,21 ઓગસ્ટ (હિ.સ.) યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સિવિલ સર્વિસીસની થઈ પ્રિલિમમાં ક્વોલિફાઈ ઉમેદવારોની મેઈન્સની પરીક્ષા આજથી શરૂ
Mains exam for candidates who qualified in UPSC Prelims begins, exam from today till August 30


- ઓળખ-એડમિન કાર્ડના વેરિફિકેશન બાદ સેન્ટરમાં પ્રવેશ

- અમદાવાદમાં એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં પરીક્ષા સેન્ટર

અમદાવાદ,21 ઓગસ્ટ (હિ.સ.) યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સિવિલ સર્વિસીસની થઈ પ્રિલિમમાં ક્વોલિફાઈ ઉમેદવારોની મેઈન્સની પરીક્ષા આજથી શરૂ થઈ થી જે 30 ઓગસ્ટ સુધી ચાલશે.

યુપીએસસીની પ્રિલિમનરી પરીક્ષા 24 મે 2026ના રોજ યોજાઈ હતી, જેમાં ક્વોલિફાય થયેલા ઉમેરવારો આજથી મેઈન્સ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ સહિત દેશભરમાં 27 શહેરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલી મેઈન્સ પરીક્ષા આગામી 30 ઓગસ્ટ સુધી ચાલવાની છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

દેશભરમાં 13 હજારથી વધુ ઉમેદવાર યુપીએસસી મેઇન્સની પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદના એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે પરીક્ષા સેન્ટર પર વહેલી સવારથી જ ઉમેદવારો પહોંચી ગયા હતા. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પ્રવેશ આપતા પહેલાં એડમિટ કાર્ડ અને ફોટો ઓળખપત્રની ચકાસણી કરવામાં આવી હતી.

ઉમેદવારની ઓળખ અને એડમિટ કાર્ડમાં દર્શાવેલી વિગતોનું વેરિફિકેશન કર્યા બાદ જ પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉમેદવારોની ફેસ ઓથેન્ટિકેશન, ઓળખ ચકાસણી અને ફ્રિસ્કિંગ કર્યાં બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

સવારે 9થી 12 વાગ્યા સુધી નિબંધનાની પરીક્ષા યોજાઈ છે. જે 250 માર્ક્સનું છે. 22 ઓગસ્ટે જનરલ સ્ટડીના અને GS-2, જ્યારે 23 ઓગસ્ટે GS-3 અને GS-4 લેવામાં આવશે. દરેક GS પેપર 250 માર્ક્સનું છે. 29 ઓગસ્ટે ભારતીય ભાષા અને Englishના ક્વોલિફાઇંગ પેપર યોજાશે. બંને પેપર 300-300 માર્ક્સના છે, પરંતુ તેમના માર્ક્સ મેરિટમાં ગણાતા નથી.

30 ઓગસ્ટે ઉમેદવારોના પસંદ કરેલા Optional Subjectના બે પેપર લેવાશે, જેમાં દરેક 250 માર્ક્સનું હશે. આમ, મેઇન્સની મેરિટ માટે કુલ 1,750 માર્ક્સ ગણાશે. ત્યારબાદ 275 માર્ક્સનો Personality Test/Interview યોજાશે અને અંતિમ પસંદગી માટે કુલ 2,025 માર્ક્સ ગણાશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande