
અમદાવાદ, 21 ઓગસ્ટ (હિ.સ.) : CBI કોર્ટ, અમદાવાદ દ્વારા 21 ઓગસ્ટ 2026 ના રોજ, લાંચના કેસમાં આરોપી જરનૈલ બી. સિંહ, આવકવેરા અધિકારી (OSD), સંયુક્ત/અધિક આવકવેરા કમિશનરની કચેરી (ઓડિટ) પ્રત્યક્ષકર ભવન, અમદાવાદને ₹20,000 ના દંડ સાથે ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 22.02.2013 ના રોજ તાત્કાલિક કેસ નોંધ્યો હતો જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપી આવકવેરા અધિકારીએ ફરિયાદી પાસેથી આવકવેરા કાયદાની કલમ 11 અને 80G હેઠળ પ્રમાણપત્ર જારી કરવા માટે શ્રીલેખા વિવિધલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ ને મુક્તિ આપવા બદલ 10,000 રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
સીબીઆઈએ છટકું ગોઠવ્યું હતું અને ફરિયાદી પાસેથી ₹10,000ની ગેરકાયદેસર લાંચ સ્વીકારતા આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપીની 22.02.2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે સીબીઆઈ દ્વારા 31.10.2013ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
કોર્ટે, ટ્રાયલ પછી, 21.08.2026ના રોજ આરોપીને દોષિત ઠેરવ્યો અને સજા ફટકારી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ