બી.એસ.એફ. ખાતે 30 દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમની તક
ભાવનગર,22 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા સંરક્ષણ દળોમાં ભરતી માટે તૈયારી કરતા યુવાનો માટે મહત્વપૂર્ણ તક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બી.એસ.એફ. સેન્ટર, કચ્છ-ભુજ ખાતે યુવાનોને ભરતી પ્રક્રિયામાં સારો દેખાવ કરવામાં મદદરૂપ થાય તે હેતુ
બહુમાળી ભવન ફાઈલ ફોટો


ભાવનગર,22 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા સંરક્ષણ દળોમાં ભરતી માટે તૈયારી કરતા યુવાનો માટે મહત્વપૂર્ણ તક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બી.એસ.એફ. સેન્ટર, કચ્છ-ભુજ ખાતે યુવાનોને ભરતી પ્રક્રિયામાં સારો દેખાવ કરવામાં મદદરૂપ થાય તે હેતુથી 30 દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવનાર છે.

આ તાલીમમાં જોડાવા ઇચ્છુક પુરુષ ઉમેદવારો માટે ધોરણ 8થી 10 પાસ અથવા તેથી વધુ શૈક્ષણિક લાયકાત જરૂરી છે. ઉમેદવારની લઘુત્તમ ઊંચાઈ 168 સે.મી., વજન 50 કિલોગ્રામ તથા છાતીનું માપ 77(+5) સે.મી. હોવું જરૂરી છે. ઉમેદવારની ઉંમર 17.5થી 21 વર્ષ વચ્ચે હોવી આવશ્યક છે.

લાયક ઉમેદવારોએ વહેલા તે પહેલાના ધોરણે ચાલુ દિવસો દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-5/6, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે રૂબરૂ હાજર રહી અરજી કરવાની રહેશે.

અરજી કરતી વખતે શૈક્ષણિક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, આધારકાર્ડ તથા બેંક પાસબુકની નકલ સાથે પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ રજૂ કરવાના રહેશે. અગાઉ આ યોજના હેઠળ તાલીમ મેળવી ચૂકેલા ઉમેદવારો આ તાલીમ માટે અરજી કરી શકશે નહીં.

સંરક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક લાયક યુવાનોને આ નિઃશુલ્ક નિવાસી તાલીમનો લાભ લેવા ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande