
પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરના
બોખીરા આવાસ કોલોનીના બ્લોક નં.31નામકાન માંથી પોલીસે રૂ.8,520ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપી કેતન શાંતિલાલ ગોહેલે પોતાના કબજાના મકાનમાં પાસ-પરમિટ વિના ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખ્યો હતો.
પોલીસે મકાનમાંથી DSP 180 MLની કુલ 54 શીલબંધ બોટલો
મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ.8,520 હોવાનું જણાવાયું છે. પોલીસ તપાસ મુજબ આ દારૂ આરોપી નં.2 રાહુલ કારાભાઈ કારાવદરા પાસેથી વેચાણ માટે લાવવામાં આવ્યો હતો અને બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હતી. પોલીસે આરોપી કેતન શાંતિલાલ ગોહેલને ઝડપી લીધો છે, જ્યારે રાહુલ કારાભાઈ કારાવદરા ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya