જામનગર આરટીઓમાં એઆઇ આધારિત કામગીરીથી અરજદારોમાં નારાજગી
જામનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં કાર, બાઈકના લાયસન્સ માટે એઆઈ આધારીત સિસ્ટમ અમલમાં હોવાથી અરજદારોની મામુલી ભૂલ પણ જેને લઈને ફેઈલ થવાનો આંક 70 થી એઆઇની નજરમાંથી છટકી શકતી નથી 75 ટકા માર્કસ ન હોય તેવા અરજદારોમાં ઉહાપોહ
આરટીઓ ઓફિસ


જામનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં કાર, બાઈકના લાયસન્સ માટે એઆઈ આધારીત સિસ્ટમ અમલમાં હોવાથી અરજદારોની મામુલી ભૂલ પણ જેને લઈને ફેઈલ થવાનો આંક 70 થી એઆઇની નજરમાંથી છટકી શકતી નથી 75 ટકા માર્કસ ન હોય તેવા અરજદારોમાં ઉહાપોહ છે. બીજી બાજુ અન્ય શહેરોની માફક જામનગરમાં પણ બેવડી વ્યવસ્થા સમાન ખરેખર એઆઇ સિસ્ટમની જ્યાં જરૂર છે તેવા હેવી વાહનના લાયસન્સ માટે હજુ મેન્યુઅલી પ્રકિયા થાય છે.

હેવી વાહન ચાલકની એક ભૂલ ભારે પડી શકે, તો લાયસન્સ ટેસ્ટમાં પારદર્શિતા માટે એઆઇની કડક ચકાસણી હોવી જરૂરી છે. જામનગર સહિત રાજ્યની આરટીઓ કચેરીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયામાં ટેકનોલોજીનો વ્યાપ વધારી કાર અને બાઈકના લાયસન્સ માટે એઆઈ આધારિત ટેસ્ટિંગ સિસ્ટમ અમલી ત્યારે બીજી તરફ સૌથી વધુ જવાબદારી અને જોખમ ધરાવતા હેવી વાહનોના લાયસન્સ માટે હજુ પણ મેન્યુઅલ પ્રક્રિયા ચાલતી હોવાની સ્થિતિ સામે આવી છે. જામનગરમાં આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા સંકૂલમાં હેવી વાહનોના લાયસન્સ માટે મેન્યુઅલી ટેસ્ટ લેવામાં આવે છે.

ઈસ્પેક્ટરો ઓકે કહે એટલે પાસ પરિણામે પારદર્શિતા સામે સવાલ ઊઠે છે. ટ્રક, બસ, ક્ધટેનર સહિતના હેવી વાહનોનું કદ અને વજન તોતિંગ હોવાથી વાહનચાલકની એક નાની ભૂલ પણ ગંભીર અકસ્માત ઊભો કરી શકે છે. જેથી હેવી વાહનના ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજદારની ડ્રાઇવિંગ કુશળતાની વધુ કડક અને પારદર્શક ચકાસણી જરૂરી બની છે,

સમય મર્યાદા, બેક, ટર્નિંગ, રિવર્સિંગ, નિયંત્રણ અને ટ્રેક પર વાહન ચલાવવાની ચોકસાઈ જેવી બાબતોનું ટેકનોલોજી આધારિત મૂલ્યાંકન વધુ અસરકારક બની શકે છે.એક તરફ કાર અને બાઈકના અરજદારોની નાની ભૂલ પણ એઆઈ કેમેરા અને સેન્સરની નજરમાંથી બચી શકતી નથી. બીજી બાજુ હેવી વાહનોની પ્રક્રિયા સંપૂર્ણ માનવ હસ્તક્ષેપથી ચાલે છે. તમામ અરજદારો માટે એકસમાન માપદંડ જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande