આસામ: પૂરથી 73 ગામોના 15512 નાગરિકો હજુ પણ પ્રભાવિત
ગૌહાટી, નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.). આસામના ઘણા ભાગોમાં પાણી ઓછું થતાં પરિસ્થિતિ સુધરી રહી છે, પરંતુ શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ, નાગાંવ, ધેમાજી અને કછાર જિલ્લાઓમાં પૂરનું સંકટ અને તેની અસર હજુ પણ યથાવત છે. આ જિલ્લાઓમાં પૂરથી 73 ગામોના 15512 નાગરિકો
આસામમાં પૂરની વિકટ સ્થિતિ


ગૌહાટી, નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.). આસામના ઘણા ભાગોમાં પાણી ઓછું થતાં પરિસ્થિતિ સુધરી રહી છે, પરંતુ શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ, નાગાંવ, ધેમાજી અને કછાર જિલ્લાઓમાં પૂરનું સંકટ અને તેની અસર હજુ પણ યથાવત છે. આ જિલ્લાઓમાં પૂરથી 73 ગામોના 15512 નાગરિકો હજુ પણ પ્રભાવિત છે. વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન દળ પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્યોમાં લાગેલા છે.

આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (એએસડીએમએ) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, તમામ નદીઓ ભયજનક સપાટીથી નીચે વહી રહી છે. આ વખતના પૂરમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 106 પર પહોંચી ગઈ છે. પૂરથી સૌથી વધુ નુકસાન શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાઓમાં થયું છે. વર્તમાન સમયમાં પૂરની સ્થિતિ કુલ 6 જિલ્લાઓમાં યથાવત છે. પ્રભાવિત જિલ્લાઓમાં શિવસાગર, ધેમાજી, ગોલાઘાટ, જોરહાટ, નાગાંવ અને કછારનો સમાવેશ થાય છે. પૂરથી 6 જિલ્લાના 13 મહેસૂલી મંડળોના કુલ 73 ગામો પ્રભાવિત છે. વર્તમાન સમયમાં રાજ્યની કુલ 15512 વસ્તી હજુ પણ પ્રભાવિત છે અને 6299 હેક્ટર કૃષિ ભૂમિ પાણીમાં ડૂબેલી છે.

રાજ્ય સરકારે પૂરથી પ્રભાવિત લોકો માટે હજુ પણ કુલ 5 રાહત શિબિરો અને 3 રાહત વિતરણ કેન્દ્રો સહિત કુલ 8 શિબિરો કાર્યરત રાખ્યા છે. રાહત શિબિરોમાં 183 લોકોએ આશ્રય લીધો છે, જ્યારે રાહત વિતરણ કેન્દ્રો પર 4979 બિન-શિબિર નિવાસીઓ રાહત મેળવી રહ્યા છે. બુધવારે પૂરથી પ્રભાવિત પશુઓની કુલ સંખ્યા 9642 નોંધાઈ છે.

21 ઓગસ્ટના આંકડા અનુસાર, પૂરના પાણીમાં શિવસાગર જિલ્લામાં સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત કાચા મકાનોની કુલ સંખ્યા 12 અને શિવસાગર જિલ્લામાં સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત પાકા મકાનોની કુલ સંખ્યા 5 જણાવવામાં આવી છે. શિવસાગર જિલ્લામાં આંશિક રીતે ક્ષતિગ્રસ્ત કાચા મકાનોની સંખ્યા 10 નોંધાઈ છે. શિવસાગર જિલ્લામાં ક્ષતિગ્રસ્ત પાકા મકાનોની કુલ સંખ્યા 3 છે. ક્ષતિગ્રસ્ત અન્ય ઝૂંપડીઓની કુલ સંખ્યા શિવસાગર જિલ્લામાં 7 છે. જ્યારે ક્ષતિગ્રસ્ત અન્ય પશુ શેડની શિવસાગર જિલ્લામાં કુલ સંખ્યા 7 છે. પૂર પ્રભાવિત વિસ્તારમાં બુધવારે રાજ્ય સરકાર દ્વારા એક મેડિકલ ટીમને તૈનાત કરવામાં આવી હતી.

પૂર પ્રભાવિતો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ચોખા (ક્વિન્ટલમાં) 82.892, દાળ (ક્વિન્ટલમાં) 15.128, મીઠું (ક્વિન્ટલમાં) 4.5512, મસ્ટર્ડ ઓઇલ/સરસવનું તેલ (લિટર માં) 325.53 રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. પશુઓનો ચારો - ઘઉંનો ચોકર (ક્વિન્ટલમાં) 334.3 પણ વિતરિત કરવામાં આવ્યો.

રાજ્ય સરકાર દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં મોટા પાયે થયેલા રસ્તા, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓના નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. સાથે જ, પ્રભાવિતોની મદદ માટે આર્થિક અને અન્ય સામગ્રી પણ પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્ય સરકારના અલગ-અલગ મંત્રાલયો અને વિભાગો દ્વારા સતત સમીક્ષા બેઠકો યોજીને આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત, રાજ્યના મુખ્યમંત્રી ડો. હિમંત બિસ્વ સરમાએ દિલ્હીમાં વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરીને રાજ્યની વર્તમાન સ્થિતિથી અવગત કરાવતા આવશ્યક પગલાં લેવા અંગેની જાણકારી પણ આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande