મહિલા નેતૃત્વવાળા ગ્રામીણ સાહસોના વિસ્તરણના પ્રસ્તાવોની સમીક્ષા
નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.). ગ્રામીણ વિકાસ મંત્રાલયની અધિકાર પ્રાપ્ત (સશક્ત) સમિતિએ મહિલા નેતૃત્વવાળા ગ્રામીણ સાહસોના વિસ્તરણ અને તેમને વિકાસલક્ષી વ્યવસાયોમાં રૂપાંતરિત કરવા માટે ઘણા મહત્વના પ્રસ્તાવોની સમીક્ષા કરી. ગ્રામીણ વિકાસ મંત્રાલય અનુસાર,
બેઠકમાં ગ્રામીણ વિકાસ સચિવ રોહિત કંસલ સાથે અન્ય લોકો


નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.). ગ્રામીણ વિકાસ મંત્રાલયની અધિકાર પ્રાપ્ત (સશક્ત) સમિતિએ મહિલા નેતૃત્વવાળા ગ્રામીણ સાહસોના વિસ્તરણ અને તેમને વિકાસલક્ષી વ્યવસાયોમાં રૂપાંતરિત કરવા માટે ઘણા મહત્વના પ્રસ્તાવોની સમીક્ષા કરી.

ગ્રામીણ વિકાસ મંત્રાલય અનુસાર, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના બિન-કૃષિ આજીવિકા (એનએફએલ) ઘટક હેઠળ આયોજિત આ બેઠકની અધ્યક્ષતા ગ્રામીણ વિકાસ સચિવ રોહિત કંસલે કરી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપીને 6 કરોડ 'લખપતિ દીદીઓ' તૈયાર કરવાના રાષ્ટ્રીય લક્ષ્યને ગતિ આપવાનો છે.

બેઠકમાં સંયુક્ત સચિવ (ગ્રામીણ આજીવિકા) અમિત શુક્લા અને સ્વાતિ શર્મા સહિત રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ તથા શૈક્ષણિક પ્રતિનિધિઓ હાજર રહ્યા.

સમિતિએ ચાર રાજ્યોમાં મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ સાથે ભાગીદારીમાં નવા ઇન્ક્યુબેટર કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી છે. આમાં આઈઆઈટી પટના (બિહાર), આઈઆઈએમ જમ્મુ (જમ્મુ-કાશ્મીર), આઈઆઈએમ લખનૌ (ઉત્તર પ્રદેશ) અને આઈઆઈટી ગાંધીનગર (ગુજરાત) નો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમો દ્વારા 600 થી વધુ ઉચ્ચ ક્ષમતાવાળા ગ્રામીણ સ્વયં સહાય જૂથ (એસએચજી) સાહસોને વ્યાવસાયિક વ્યૂહરચના, માર્ગદર્શન (મેન્ટરશિપ), નાણાકીય યોજના, ટેકનોલોજી અને બજાર પહોંચમાં સંરચિત સહયોગ આપવામાં આવશે. નવા ઇન્ક્યુબેટર મુખ્યત્વે ઘણા ક્ષેત્રો જેવા કે- ખાદ્ય અને કૃષિ-પ્રક્રિયાકરણ, વસ્ત્ર હસ્તકલા અને ઉત્પાદન, છૂટક સેવા અને પર્યટન સંબંધિત પ્રવૃત્તિઓ અને ડિજિટલ સાહસો પર કેન્દ્રિત રહેશે.

સ્ટાર્ટ-અપ ગ્રામ ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમ (એસવીઈપી) હેઠળ પશ્ચિમ બંગાળ અને ગોવામાં બિન-કૃષિ સાહસોના ઇકોસિસ્ટમ (પર્યાવરણ પ્રણાલી) ને મજબૂત કરવા માટે આ કાર્યક્રમના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી.

આસામ, બિહાર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકના સફળ મોડેલ પછી, હાલમાં 13 રાજ્યોમાં 14 ઇન્ક્યુબેટર કાર્યક્રમો ચાલી રહ્યા છે, જે 2,100 થી વધુ એસએચજી સાહસોને સહયોગ પૂરો પાડી રહ્યા છે. આ પહેલ ગ્રામીણ મહિલાઓને ફક્ત નિર્વાહ સ્તરના કામથી આગળ વધારીને ઉચ્ચ કારોબાર, મજબૂત બજાર સંપર્ક અને મોટા પાયે રોજગાર સર્જન કરનારા ટકાઉ સાહસોની દિશામાં લઈ જવા માટે તૈયાર કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande