
પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.) : રાણાવાવમાં
પોલીસે મકાનમાં ચાલતા તીનપત્તીના જુગારધામ પર દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ રણછોડ પરસોતમભાઈ કુછડીયાએ પોતાના અંગત આર્થિક ફાયદા માટે અન્ય લોકોને પોતાના
માલિકીના મકાનમાં બોલાવી પૈસાની હારજીતનો
તીનપત્તીનો જુગાર રમાડ્યો હતો.
પોલીસે દરોડા દરમિયાન રણછોડ પરસોતમભાઈ કુછડીયા, સરમણ વિરાભાઈ મોરી, કારીબેન બાલુભાઈ ચાવડા, મુકતાબેન દિનેશભાઈ શીયાણી, રણછોડભાઈ કુછડીયા અને જાંજીબેન ઉર્ફે
જીવીબેન અરસીભાઈ ઓડેદરાને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી તીનપત્તીના પાના, રોકડા રૂ.14,250 તથાપાથરણું મળી કુલ રૂ.14,250નો મુદ્દામાલ કબજે કરાયો હતો.પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya