
ગીર સોમનાથ, 22 ઓગસ્ટ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ એસટી ડેપો ખાતે હર હંમેશા સ્વચ્છતા જાળવવા પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે ત્યારે તારીખ - 22 ઓગસ્ટ 2026 ના સાપ્તાહિક સ્વછતા કાર્યક્રમ ગુજરાત સરકાર ના અભિગમ મુજબ રાજ્ય સરકાર કક્ષા એથી સ્વછતા ને વધુ વેગ આપવાના હેતુ થી સ્વછતા ઝુંબેશ ના ભાગરૂપે વૃક્ષારોપણ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા અને સદભાવના સેવા ટ્રસ્ટ ના સહયોગ થી આયોજન કરવા માં આવેલ. જેમાં વેરાવળ ડેપો વર્કશોપ અને બસ સ્ટેશન ની વોલ ની ફરતે વૃક્ષારોપણ કરવા માં આવેલ. જેમા ડેપો ના ટ્રાફિક, મિકેનિક,વહીવટી, ડ્રાઇવર, કંડકટર સ્ટાફ એ ભાગ લઈ આ વૃક્ષો નું જતન કરવા નેમ લીધેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ