
જૂનાગઢ, 22 ઓગસ્ટ (હિ.સ.) : અષાઢી અમાસને દિવાસાના દિવસે દશામાંના વ્રત ચાલુ થતા હોય છે આ દસ દિવસ બહેનો દ્વારા દશામા ના સુધી જુદા જુદા શણગાર કરવામાં આવે છે, ત્યારબાદ દસ દિવસ સુધી વહેલી સવારે પૂજા વિધિ તથા સાંજે આરતી કરવામાં આવે છે. ત્યારબાદ રોજના રાસ ગરબા રમવામાં આવે છે. અને શ્રાવણ સુદને દશમના દિવસે વહેલી સવારે ઢોલ નગારા ડીજેના તાલ સાથે ભીડીયા ભીરભંજન મંદિર સામે બાળ ગંગા તેમજ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે દશામાની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવે છે. આ વિસર્જનમાં વેરાવળના તમામ ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ હિન્દુ ધર્મના તહેવાર ધામધૂનથી ઉજવવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ