આતંકવાદ સંબંધિત કેસમાં, એનઆઈએના અનંતનાગમાં બે જગ્યાએ દરોડા
અનંતનાગ, નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ શનિવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદ સંબંધિત એક કેસની તપાસના સંબંધમાં બે સ્થળોએ દરોડા પાડ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી દક્ષિણ કાશ્મીરના બિજબહેરા અને ડો
આતંકવાદ સંબંધિત કેસમાં, એનઆઈએના અનંતનાગમાં બે જગ્યાએ દરોડા


અનંતનાગ, નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ શનિવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદ સંબંધિત એક કેસની તપાસના સંબંધમાં બે સ્થળોએ દરોડા પાડ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી દક્ષિણ કાશ્મીરના બિજબહેરા અને ડોરુ વિસ્તારોમાં કરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે, એનઆઈએની ટીમે જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત રીતે બંને સ્થળોએ આવેલા બે ઘરોની તલાશી લીધી. આ કાર્યવાહી કેસની તપાસને આગળ વધારવા અને શંકાસ્પદ ગતિવિધિઓ સાથે સંકળાયેલા લોકોની ભૂમિકાની તપાસ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.

તલાશી દરમિયાન કોઈપણ પ્રકારની સામગ્રી કે, દસ્તાવેજો મળી આવ્યા હોવાની તાત્કાલિક જાણકારી મળી શકી નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તલાશી અભિયાન પૂર્ણ થયા પછી જપ્તી અને તપાસ સંબંધિત અન્ય વિગતો સામે આવવાની અપેક્ષા છે.

એનઆઈએ આતંકવાદ સંબંધિત આ કેસમાં શંકાસ્પદ ગતિવિધિઓ અને તેની સાથે સંકળાયેલા લોકોની ભૂમિકાની તપાસ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande