
જામનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂ. 77 કરોડ 44 લાખના વિવિધ ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી હતી આ ઉપરાંત લાખો રૂપિયાના ખર્ચ ફક્ત જાણ અર્થએ રજૂ કરવામાં આવ્યા હતા.
જામનગર મહા નગરપાલિકા ની સ્ટેન્ડીંગ કમિટી ની મીટીંગ તા. 21-08-2026 ના ધીરેનકુમાર પી. મોનાણી ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ 10 સભ્યો ઉપરાંત મેયર મૌનિકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશભાઈ ડેર, કમિશ્નર દિપેશ કેડીયા, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશભાઈ વરણવા, આસી. કમિશ્નર (2) જિજ્ઞેશભાઈ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર મહાનગરપાલિકા ખાતે ના પ્રોજેકટ ઓફિસર વર્ગ-2 (યુ.સી.ડી.) ના પૃથ્વીબેન જયસુખભાઈ ચોડવડિયાને બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ-ર તરીકેની સેવાઓને સળંગ ગણવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરવામાં આવ્યું હતું
સોલીડ વેસ્ટ મેને. શાખા ખાતે લાઈવ સ્ટોક ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારી ઓને નવી નિમણુંક આપવા અંગે નાી રજુ થયેલ દરખાસ્ત , સોશ્યલ ડેવલોપમેન્ટ સ્પેશ્યાલીસ્ટ અને એમ.આઈ.એસ. સ્પેશ્યાલીસ્ટની જગ્યા ઉપર કોન્ટ્રાકટ બેઈઝથી નવી નિમણુંક આપવા અંગે ની રજુ થયેલ દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
સીવીલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 13) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અન્વયે રૂ.1.50 કરોડ , સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 3) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અન્વયે રૂા. 2 કરોડ , સેન્ટ્રલ ઝોન, વોર્ડ નં. 13, ગણેશવાસ વિસ્તાર માં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલ બનાવવાના કામ અંગે રૂા. 11.70 લાખ , વર્ષ 2026-27 ની આઉટ ગ્રોથ એરિયાની ગ્રાન્ટ અન્વયે વોર્ડ નં. 9 એરફોર્સ ગેઈટથી ઢીચડા ગામ મેઈન રોડ (કોઝ-વે સાથે) (આંગણવાડી સુધી) સી.સી. રોડના કામ અંગે રૂા. 6.04 કરોડ , પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત ટી.પી. 3/ બી, એફ.પી. 49, ઈસ્કોન મંદિર સામે, જામનગર રાજકોટ હાઈવે ખાતે ઇડબલ્યુએસ-2 પ્રકારના 584 આવાસો બનાવવાના કામ અંગે રૂા. 67.80 કરોડ અને એક સીએચસી માટે મંજુર થયેલ ખર્ચમાંથી ત્રણેય સીએચસી ના સાધનોની ખરીદીના ખર્ચ માટે સૈધ્ધાંતિક મંજુરી આપવા અંગે દરખાસ્ત ની વિગતે સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી. જેમાં શ્રાવણી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા માટે રૂા. 1,00,000 નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો . આમ આ બેઠકમાં કુલ રૂા. 77 કરોડ 44 લાખના ખર્ચને મંજુર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લાખો રૂપિયાના ખર્ચાઓ ફક્ત જાણ અર્થે રજૂ થયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt