આગામી તા.૨૫ ઓગસ્ટના રોજ જૂનાગઢ ખાતે ભરતી મેળાનું આયોજન કરાશે
જૂનાગઢ 22 ઓગસ્ટ (હિ.સ.) આગામી તારીખ ૨૫/૦૮/૨૦૨૬ ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ પરિસર, જૂનાગઢ ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એચ.આર.ટેલેન્ટ
આગામી તા.૨૫ ઓગસ્ટના રોજ જૂનાગઢ ખાતે ભરતી મેળાનું આયોજન કરાશે


જૂનાગઢ 22 ઓગસ્ટ (હિ.સ.) આગામી તારીખ ૨૫/૦૮/૨૦૨૬ ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ પરિસર, જૂનાગઢ ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં એચ.આર.ટેલેન્ટ સોલ્યુસનના પે રોલ પર સિલ્વર કંઝયુમર ઇલેક્ટ્રીકલ લી. રાજકોટ, જૂનાગઢ જવેલરી પ્રા.લી., ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લી., એચ. એન્ડ એમ એન્ટરપ્રાઇઝના પે રોલ પર જિલ્લા રોજગાર કચેરી જૂનાગઢ ખાતે આ વિવિધ નોકરી દાતાઓ હાજર રહેવાના છે.

જેમાં વિવિધ શૈક્ષણિક લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટે ફક્ત સ્નાતક, ડિપ્લોમાની શૈક્ષણિક લાયકાત ધરાવનારા ૧૮ વર્ષથી ૩૦ વર્ષ સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહતમ ઉમેદવારો હાજર રહે તેવો ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande