આકારવિલા સોસાયટીમાં ગંજીપાનાનો જુગાર રમતા 7 ઝડપાયા, રોકડ રૂ.13,700 સાથે મુદ્દામાલ કબજે
કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામ તાલુકાના શિણાઈ વિસ્તારમાં આદિપુર પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી ગંજીપાનાથી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં રોકડ રકમ અને ગંજીપાનાં મળી કુલ રૂ.13,700નો મુદ્દામાલ કબજે કરવામા
આદિપુર જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામ તાલુકાના શિણાઈ વિસ્તારમાં આદિપુર પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી ગંજીપાનાથી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં રોકડ રકમ અને ગંજીપાનાં મળી કુલ રૂ.13,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ કચ્છમાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન આદિપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ખાનગી બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે શિણાઈ ખાતે આવેલી આકારવિલા સોસાયટીના ગેટ નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ગંજીપાનાથી જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરતાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક શખ્સો ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પરથી સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહીથી જુગાર રમતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

પકડાયેલા આરોપીઓમાં પ્રહલાદસિંહ મોહનસિંહ વાઘેલા, જતીન હરેશભાઈ મહેતા, રાજદિપસિંહ કિશોરસિંહ રાઠોડ, સુખદેવસિંહ મહાવિરસિંહ રાણા, અનિરૂધ્ધસિંહ મોહનસિંહ વાઘેલા, ભાવેશ જશવંતગીરી ગોસ્વામી અને કૃષ્ણપાલસિંહ અજીતસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ શિણાઈની આકારવિલા સોસાયટી વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસની નોંધમાં જણાવાયું છે.સ્થળ પરથી પોલીસે જુગારના દાવ પર રહેલા રૂ.13,700 રોકડા તેમજ ગંજીપાનાં 52 નંગ કબજે કર્યા હતા. આમ, કુલ રૂ.13,700ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 582/2026 હેઠળ જુગારધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. ડુવા તથા આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ચાલતી જુગારની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande