કિડાણામાં સરકારી જમીન પરનું ગેરકાયદેસર દબાણ તંત્રએ તોડી પાડ્યું, ત્રણ દુકાનો પર બુલડોઝર ફર્યું
કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. ભારાપર–કિડાણા ચાર રસ્તા નજીક જાહેર માર્ગની બાજુમાં સરકારી જમીન પર ઉભી
કિડાણા ખાતે દબાણો દૂર કરવામાં આવ્યા


કિડાણા ખાતે દબાણો દૂર કરવામાં આવ્યા


કિડાણા ખાતે દબાણો દૂર કરવામાં આવ્યા


કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. ભારાપર–કિડાણા ચાર રસ્તા નજીક જાહેર માર્ગની બાજુમાં સરકારી જમીન પર ઉભી કરાયેલી ત્રણ દુકાનોને ડિમોલિશન કરી દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ કિડાણા ગામના રહેવાસી સુમાર જશાભાઈ ચાવડા દ્વારા પોતાના આર્થિક લાભ માટે જાહેર રોડને અડીને આવેલી સરકારી જમીન પર આશરે 100 ચોરસ મીટર વિસ્તારમાં ત્રણ દુકાનોનું બાંધકામ કરી કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો હતો. સરકારી માલિકીની જમીન પર બિનઅધિકૃત રીતે કબજો કરી બાંધકામ કરવામાં આવ્યું હોવાની નોંધ બાદ સંબંધિત રેવન્યુ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ડિમોલિશન કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને. રેવન્યુ વિભાગ તથા તંત્રના અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી ત્રણેય દુકાનોને દૂર કરવામાં આવી હતી અને સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી.તંત્રના જણાવ્યા મુજબ દૂર કરવામાં આવેલા દબાણની સરકારી જંત્રીના ભાવ પ્રમાણે અંદાજિત કિંમત રૂપિયા 83,800 જેટલી થાય છે. જાહેર માર્ગની આસપાસ સરકારી જમીન પર વધતા અનધિકૃત બાંધકામોને લઈને તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

કિડાણા ચાર રસ્તા જેવા જાહેર સ્થળે સરકારી જમીનનો બિનઅધિકૃત વ્યાવસાયિક ઉપયોગ થતો અટકાવવા માટે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. દબાણ દૂર કરવાની કામગીરી બાદ સ્થળ ખુલ્લું કરવામાં આવ્યું છે. સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી બાંધકામ કરનારાઓ સામે આગામી સમયમાં પણ નિયમ મુજબ કાર્યવાહી થવાની શક્યતા છે. આ કાર્યવાહીને પગલે સરકારી જમીન પર દબાણ કરી વેપારી પ્રવૃત્તિ કરતા તત્વોમાં ચિંતા ફેલાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande