નખત્રાણાના કોટડા જડોદર પાસે છોટા હાથીમાં ભયાનક બ્લાસ્ટઃ બે ભાઈ અને બે માસૂમ બાળકોનાં મોતથી અરેરાટી
કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના નખત્રાણા તાલુકામાં શનિવારે એક ગોઝારી ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. કોટડા જડોદર નજીક ભાગણવાડા વિસ્તારમાં છોટા હાથી વાહનમાં અચાનક થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ચાર લોકોનાં કરૂણ મોત નિપજતાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકોમા
નખત્રાણા ભંગારવાડામાં બ્લાસ્ટ થયો


નખત્રાણા ભંગારવાડામાં બ્લાસ્ટ થયો


નખત્રાણા ભંગારવાડામાં બ્લાસ્ટ થયો


નખત્રાણા ભંગારવાડામાં બ્લાસ્ટ થયો


કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના નખત્રાણા તાલુકામાં શનિવારે એક ગોઝારી ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. કોટડા જડોદર નજીક ભાગણવાડા વિસ્તારમાં છોટા હાથી વાહનમાં અચાનક થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ચાર લોકોનાં કરૂણ મોત નિપજતાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં બે સગા ભાઈઓ ઉપરાંત ત્રણ વર્ષ આસપાસની ઉંમરના બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. એક જ પરિવાર સાથે સંકળાયેલી આ દુર્ઘટનાથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

મળતી પ્રાથમિક માહિતી મુજબ, કોટડા જડોદર પાસે ભાગણવાડા વિસ્તારમાં છોટા હાથી વાહન પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન તેમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તેનો ધડાકો આસપાસના દૂરના વિસ્તારો સુધી સંભળાયો હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળી રહ્યું છે. વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે વાહનના પાછળના ભાગના બુરચા ઉડી ગયા હતા અને ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ દુર્ઘટનામાં કુંભાર મામદ ઈલિયાસ, ઉંમર આશરે 30 વર્ષ અને કુંભાર નૂરમામદ ઈલિયાસ, ઉંમર આશરે 26 વર્ષનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ત્રણ વર્ષના માસૂમ હસનેન મામદ અને ત્રણ વર્ષના નૂર ફાતિમા નૂરમામદનાં પણ મોત થયા છે. બે નાના બાળકોનાં મોતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.

ઘટનાની જાણ થતાં નખત્રાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે. બ્લાસ્ટ કયા કારણોસર થયો અને છોટા હાથીમાં કઈ વસ્તુ અથવા સામગ્રીના કારણે આટલો શક્તિશાળી વિસ્ફોટ સર્જાયો તે અંગે હાલ સત્તાવાર કારણ સ્પષ્ટ થયું નથી.

પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવી શકશે. ચાર લોકોનાં મોતથી કોટડા જડોદર અને આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande