રાપરના પાદર વિસ્તારમાં જુગારની મહેફિલ પર પોલીસનો સપાટો, રૂ.4.72 લાખનો મુદ્દામાલ જપ્ત
કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.) : રાપર તાલુકામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં છ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય આઠ શખ્સોની ધરપકડ માટે તપાસ હાથ ધરાઈ છે. રેડ દરમિયાન પોલીસે રોકડ રકમ, વાહનો અને મોબાઇલ ફોન સહ
રાપર પોલીસ જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.) : રાપર તાલુકામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં છ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય આઠ શખ્સોની ધરપકડ માટે તપાસ હાથ ધરાઈ છે. રેડ દરમિયાન પોલીસે રોકડ રકમ, વાહનો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.4.72 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, રાપર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે સ્વામી ગામની ડેનાલવાળી સીમમાં આવેલા ડાચા રસ્તા પર કેટલાક લોકો ગંજીપાનાથી હારજીતનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે રાપર પોલીસની ટીમે સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન જુગાર રમતા છ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા શખ્સોમાં ભરત હરજીભાઈ કોલી, રજાક નમરાન નોડે, પંકજગીરી ઉમેદગીરી ગોસ્વામી, રસિક નાનજીભાઈ વાળંદ, ભરત નીલાભાઈ કોલી અને દિલાવરસિંહ પ્રવિણસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે.

પોલીસે સ્થળ પરથી રૂ.27,500 રોકડા, આઠ મોટરસાયકલ, નવ મોબાઇલ ફોન અને એક મહિન્દ્રા બોલેરો ડમ્પર સહિત કુલ રૂ.4,72,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થળ પરથી ગંજીપાનાં પણ મળી આવ્યા હતા. વાહનો અને મોબાઇલ ફોનની તપાસના આધારે અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા પોલીસે તપાસ વધુ તેજ કરી છે.

આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નં. 11993010260455/2026 હેઠળ જુગારધારા કલમ-12 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. પકડવાના બાકી આરોપીઓની ઓળખ અને તેમની સંડોવણી અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.સમગ્ર કાર્યવાહી રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાની સૂચના હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.વી. કાતરીયા તથા રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande