મહેર સુપ્રીમ કાઉન્સિલે મુખ્યમંત્રીને રજૂઆત કરી
પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સર્જાયેલી ગંભીર સ્થિતિને પગલે મહેર સુપ્રીમ કાઉન્સિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી તાત્કાલિક રાહતના પગલાં ભરવાની માંગ કરી છે. મહેર
મહેર સુપ્રીમ કાઉન્સિલે મુખ્યમંત્રીને રજૂઆત કરી


પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સર્જાયેલી ગંભીર સ્થિતિને પગલે મહેર સુપ્રીમ કાઉન્સિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

પટેલને રજૂઆત કરી તાત્કાલિક રાહતના પગલાં ભરવાની માંગ કરી છે. મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ તથા ખેડૂત સમિતિના અધ્યક્ષ લાખાભાઈ કેશવાલા અને પ્રમુખ વિમલજી ઓડેદરાએ જણાવ્યુંછે કે ચાલુ વર્ષે પોરબંદર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં વરસાદનું પ્રમાણ અત્યંત ઓછું રહેતાં ખેતી અને પશુપાલન ક્ષેત્ર પર ગંભીર અસર પડી છે. અપૂરતા વરસાદના કારણે જમીનમાં ભેજ ઘટી ગયો છે, પીવાના તથા સિંચાઈના પાણીના સ્ત્રોતો પર સંકટ ઊભું થયું છે અને મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે.બીજી તરફ ઘાસચારાની અછતને કારણે પશુપાલકો માટે પશુધનનું જતન કરવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે ‘સૌની યોજના’ હેઠળ નર્મદાનું પાણી જિલ્લાના ડેમોમાં પહોંચાડી સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાત થા પીવાના પાણીની વ્યવસ્થા સુદૃઢ કરવાની માંગ કરી છે. ઉપરાંત પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા રજૂઆત કરવામાં આવી છે.

ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા, પશુપાલકોને રાહત દરે ઘાસચારો આપવા તેમજ ખેતી લક્ષી ધિરાણ અને વીજ બિલમાં રાહત આપવા પણ માંગ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande