પોરબંદર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર વિલા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અગાઉ યોજાયેલી બેઠકની કાર્યવાહીની સમીક્ષા કરી, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગ
પોરબંદર  જિલ્લા  નાગરિક  પુરવઠા અને ગ્રાહક સુરક્ષા  સલાહકાર  સમિતિની  બેઠક યોજાઈ.


પોરબંદર  જિલ્લા  નાગરિક  પુરવઠા અને ગ્રાહક સુરક્ષા  સલાહકાર  સમિતિની  બેઠક યોજાઈ.


પોરબંદર  જિલ્લા  નાગરિક  પુરવઠા અને ગ્રાહક સુરક્ષા  સલાહકાર  સમિતિની  બેઠક યોજાઈ.


પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર

વિલા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની

બેઠક યોજાઈ હતી. બેઠકમાં અગાઉ યોજાયેલી બેઠકની કાર્યવાહીની સમીક્ષા કરી, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને

લગતા વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક

દરમિયાન જિલ્લામાં અનાજ વિતરણની વ્યવસ્થા, આગામી તહેવારોને ધ્યાને રાખીને અનાજના વિતરણ, ભાવ અને પ્રમાણ અંગે સમીક્ષા કરવામાં

આવી હતી. ઉપરાંત, વ્યાજબી ભાવની દુકાનોના સ્થળ ફેર, ગ્રાહક સુરક્ષા સંબંધિત કેસો તથા NFSA કાર્ડને લગતા મુદ્દાઓની પણ ચર્ચા

કરવામાં આવી હતી.

ઉપરાંત, જિલ્લામાં ઈ-કેવાયસી (e-KYC)ની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં

આવી હતી. ઈ-કેવાયસીની કામગીરીમાં વધુ ગતિ લાવવા તથા પાત્ર લાભાર્થીઓને સમયસર લાભ

મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું

હતું. બેઠકમાં

જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર આશિષ મિયાત્રા, ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી ભાવિન કથીરીયા સહિત સંબંધિત વિભાગોના

અધિકારીઓ તથા સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande