
પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.)જિલ્લામાં
વરસાદ ખેંચાતા સર્જાયેલી પાણીની
તંગી વચ્ચે સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી વર્તુ-2 ડેમમાં ઠાલવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.ભાણવડ નજીક નવાગામ પાસે નર્મદાનું પાણી ડેમ સુધી પહોંચાડવાની કામગીરી શરૂ થતાં બરડા પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળીરહી છે.ચાલુ ચોમાસામાં પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં અપેક્ષા મુજબ વરસાદ ન પડતા મગફળી, કપાસ સહિતના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી.બરડા પંથકના અનેક ગામોમાં સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા ઊભી થતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા.આ અંગે પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરાની આગેવાનીમાં ખેડૂતોના પ્રતિનિધિમંડળે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાને રજૂઆત કરી હતી. ભોમીયાવદરના અગ્રણીઓ લખમણભાઈ રામદેભાઈ ઓડેદરા, મુરુભાઈ વેજાભાઈ ઓડેદરા, કેશુભાઈ સવદાસભાઈ ઓડેદરા, માંડણભાઈ મેરગભાઈ રાતડીયા, લીલાભાઈ અરજણભાઈ કારાવદરાઅને કરસનભાઈ કારાવદરા સહિતનાઆગેવાનોએ સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી સ્થાનિક ડેમમાં પહોંચાડવા માંગ કરી હતી.ખેડૂતોની રજૂઆતને પગલે મોઢવાડિયાની સક્રિય જહેમત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળ
સંપત્તિમંત્રી ઈશ્વર પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી.પરિણામે વર્તુ-2 ડેમમાં નર્મદાનું પાણી ભરવાની કામગીરી શરૂ થઈ છે.વર્તુ-2 ડેમમાં પાણી પહોંચતા બરડા પંથકના હજારો ખેડૂતોને લાભ મળવાની આશા છે. સમયસર પાણી મળવાથી ઉભા પાકને બચાવી શકાશે તેવી ખેડૂતોમાં આશા જાગી છે.ખેડૂતો દ્વારા તાત્કાલિક નિર્ણય બદલમંત્રી અર્જુનમોઢવાડિયા સહિત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya