પાટણ જિલ્લા પુરવઠા અધિકારીની અરવલ્લી જિલ્લામાં બદલી થતાં ભાવભીની વિદાય આપવામાં આવી
પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લા પુરવઠા અધિકારીની અરવલ્લી જિલ્લામાં બદલી થતાં અધિકારીઓ, કર્મચારીઓ, વેપારીઓ અને વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારોહમાં તેમના કાર્યકાળ દરમિયાન કરાયેલી નોંધપાત્ર કામગીરીની ઉપસ્થિત મહ
પાટણ જિલ્લા પુરવઠા અધિકારીની અરવલ્લી જિલ્લામાં બદલી થતાં  ભાવભીની વિદાય આપવામાં આવી


પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લા પુરવઠા અધિકારીની અરવલ્લી જિલ્લામાં બદલી થતાં અધિકારીઓ, કર્મચારીઓ, વેપારીઓ અને વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારોહમાં તેમના કાર્યકાળ દરમિયાન કરાયેલી નોંધપાત્ર કામગીરીની ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશંસા કરી હતી. ખાસ કરીને પુરવઠા વ્યવસ્થામાં પારદર્શિતા, સમયબદ્ધતા અને પ્રામાણિકતાને પ્રાથમિકતા આપવા બદલ તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

તેમના કાર્યકાળ દરમિયાન સરકારી અનાજનું વિતરણ, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા તેમજ જાહેર વિતરણ વ્યવસ્થાની દેખરેખમાં અસરકારક કામગીરી કરવામાં આવી હતી. સામાન્ય નાગરિકોને પુરવઠા વિભાગની સેવાઓ સરળતાથી મળી રહે અને ગેરરીતિઓ અટકાવવામાં આવે તે માટે તેઓ સતત સક્રિય રહ્યા હતા. તેમના સરળ સ્વભાવ, કર્મચારીઓ સાથેના સૌહાર્દપૂર્ણ વ્યવહાર, નિર્ણયક્ષમતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની પણ ઉપસ્થિતોએ ખાસ નોંધ લીધી હતી.

અધિકારીની બદલીથી કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા લોકોમાં નિરાશાની લાગણી જોવા મળી હતી. ઉપસ્થિતોએ જણાવ્યું હતું કે ઈમાનદારી અને કુશળતાથી ફરજ બજાવતા અધિકારી તરીકે તેમની કામગીરી લાંબા સમય સુધી યાદ રહેશે. વિદાય સમારોહના અંતે તેમને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ અરવલ્લી જિલ્લામાં નવી જવાબદારીમાં પણ તેઓ સફળતાપૂર્વક કામગીરી કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande