ભરૂચ અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ પર એસડીએ,પોલીસ અને ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો
વાસી ખાદ્ય સામગ્રી જપ્ત કરી હોટલને તાત્કાલિક સીલ કરવામાં આવી લોકોના આરોગ્ય સાથે છેડા કરતી અને નિયમોના ધજાગરા ઉડાવતી અન્ય હોટલો પર પણ તપાસ જરૂરી ભરૂચ ઓગસ્ટ (હિ.સ.) મનુબર ચોકડી નજીક આવેલી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ પર સરકારી તંત્રે દરોડો પાડી
ભરૂચ અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ પર એસડીએ,પોલીસ અને ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો

ભરૂચ અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ પર એસડીએ,પોલીસ અને ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો

ભરૂચ અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ પર એસડીએ,પોલીસ અને ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો

ભરૂચ અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ પર એસડીએ,પોલીસ અને ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો

ભરૂચ અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ પર એસડીએ,પોલીસ અને ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો

વાસી ખાદ્ય સામગ્રી જપ્ત કરી હોટલને તાત્કાલિક સીલ કરવામાં આવી

લોકોના આરોગ્ય સાથે છેડા કરતી અને નિયમોના ધજાગરા ઉડાવતી અન્ય હોટલો પર પણ તપાસ જરૂરી

ભરૂચ ઓગસ્ટ (હિ.સ.)

મનુબર ચોકડી નજીક આવેલી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ પર સરકારી તંત્રે દરોડો પાડી તપાસ કરતા વાંધાજનક ખાધ્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી . એસડીએમ મનીષા માનાણી, ડીવાયએસપી સી.કે. પટેલ સહિત ફાયર, આરોગ્ય અને ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન હોટલમાંથી અતિશય વાસી અને અખાદ્ય સામગ્રી મળી આવતાં તંત્રે આ જથ્થો જપ્ત કરી લેવડાવ્યો છે. સાથે જ ગંભીર બેદરકારી સામે આવતા હોટલને તાત્કાલિક અસરથી બંધ કરાવી સીલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

મનુબર ચોકડી પર ધમધમતી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની માહિતીના આધારે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. એસડીએમ મનીષા માનાણી અને ડીવાયએસપી સી.કે. પટેલના વડાપણ હેઠળની ખાસ ટીમે પોલીસ, ફાયર અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખી હોટલ પર દરોડા પાડ્યા હતા.તપાસ દરમિયાન હોટલમાંથી મોટી માત્રામાં વાસી અને અખાદ્ય સામગ્રી મળી આવી હતી, જેને આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર જ જપ્ત કરી લીધી હતી. નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ થતા ચેડાં અને સુરક્ષાના નિયમોના અનાદર બદલ તંત્ર દ્વારા કડક વલણ અપનાવી હોટલને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી છે. આ ઘટના બાદ વિસ્તારની અન્ય હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફાળ પડી ગઈ છે.

સઘન તપાસ દરમિયાન હોટલના રસોડામાંથી મોટી માત્રામાં વાસી અને બગડી ગયેલી ખાદ્ય સામગ્રી મળી આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર જ વાસી ખોરાકનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત ફાયર સેફ્ટી અને આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન જણાતાં તંત્ર દ્વારા હોટલને તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande