
ભાવનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં શનિવારે ડુંગળીની સારી આવક નોંધાઈ હતી. ખેડૂતો દ્વારા લાવવામાં આવેલી લાલ તેમજ સફેદ ડુંગળીનું મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું. યાર્ડમાં લાલ ડુંગળીના કુલ 2216 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું. લાલ ડુંગળીના ભાવ પ્રતિ મણ રૂ.75થી લઈને મહત્તમ રૂ.716 સુધી રહ્યા હતા. ડુંગળીના ભાવમાં ગુણવત્તા અને આવકના પ્રમાણને આધારે તફાવત જોવા મળ્યો હતો.
આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની પણ નોંધપાત્ર આવક જોવા મળી હતી. આજે સફેદ ડુંગળીના કુલ 1060 કટ્ટાનું વેચાણ થયું હતું. સફેદ ડુંગળીના ભાવ પ્રતિ મણ રૂ.162થી લઈને રૂ.489 સુધી રહ્યા હતા.
મહુવા માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રના મહત્વના કૃષિ બજારોમાંનું એક હોવાથી આસપાસના વિસ્તારોમાંથી ખેડૂતો વિવિધ કૃષિ પેદાશો વેચાણ માટે અહીં લાવે છે. હાલ ડુંગળીની આવક વધતા યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોની ચહલપહલ જોવા મળી હતી. ખેડૂતોને તેમની ડુંગળીની ગુણવત્તા પ્રમાણે ભાવ મળતા રહ્યા હતા.
લાલ અને સફેદ બંને પ્રકારની ડુંગળીની આજે નોંધપાત્ર આવક થતાં યાર્ડમાં કુલ 3276 કટ્ટાનું વેચાણ થયું હતું. આવનારા દિવસોમાં ડુંગળીની આવક અને બજારભાવમાં કેવો ફેરફાર થાય છે તેના પર ખેડૂતો અને વેપારીઓની નજર રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA