વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે ઘરે-ઘરે પહોંચીને પોલીસની શી ટીમે વડીલોની સમસ્યાઓ જાણી, સુરક્ષા અંગે આપ્યું માર્ગદર્શન
- શી ટીમ દ્વારા કુલ ૨૩૦૦ થી વધુ સિનિયર સિટીઝનની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી ગાંધીનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં સીનીયર સીટીઝન સાથે રૂબરૂ સંવાદ અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પોલ
સુરક્ષા અંગે આપ્યું માર્ગદર્શન


સુરક્ષા અંગે આપ્યું માર્ગદર્શન


- શી ટીમ દ્વારા કુલ ૨૩૦૦ થી વધુ સિનિયર સિટીઝનની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી

ગાંધીનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં સીનીયર સીટીઝન સાથે રૂબરૂ સંવાદ અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓએ વડીલોની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ અને ચિંતાઓ જાણી સુરક્ષા, સલામતી અને જરૂરી સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (CID ક્રાઇમ, મહિલા સેલ) અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, વડીલોનું સન્માન કરવું એ માત્ર સામાજિક જવાબદારી જ નહીં, પરંતુ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વરિષ્ઠ નાગરિકો પ્રત્યેની આપણી ફરજ પણ છે. વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસનો મુખ્ય હેતુ વરિષ્ઠ નાગરિકોના યોગદાન, અનુભવ અને અધિકારોને માન્યતા આપવાની સાથે તેમના સ્વાસ્થ્ય, સુરક્ષા અને સુખાકારી અંગે જાગૃતિ વધારવાનો છે. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં શી ટીમ દ્વારા ૨૩૦૦થી વધુ સિનિયર સિટીઝનની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમોને વરિષ્ઠ નાગરિકો સાથે સમય વિતાવવા, તેમની સમસ્યાઓ સાંભળવા તેમજ તેઓ એકલવાયા કે ઉપેક્ષિત ન અનુભવે તે સુનિશ્ચિત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

રાજ્યભરમાં શહેરો અને જિલ્લાઓમાં પોલીસ ટીમોએ સિનિયર સિટીઝનોની ઘરે જઈ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમની સુરક્ષા અને સલામતી અંગેની ચિંતાઓ જાણી જરૂરી માહિતી અને સહાય પૂરી પાડવામાં આવી હતી.

આ પહેલનો હેતુ પોલીસ અને વરિષ્ઠ નાગરિકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો તેમજ વૃદ્ધો માટે સુરક્ષિત અને સહાયક વાતાવરણ ઊભું કરવાનો છે. સાથે જ, વરિષ્ઠ નાગરિકોની વિશિષ્ટ જરૂરિયાતો પ્રત્યે પોલીસ કર્મચારીઓમાં વધુ સંવેદનશીલતા વિકસે તે દિશામાં પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande