એલસીબીએ બરડા ડુંગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી
પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર LCBએ રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરડા ડુંગરના દિપડાવાળી જર વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.23,250નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્ય
એલસીબીએ    બરડા  ડુંગરમાંથી દેશી દારૂની  ભઠ્ઠી ઝડપી પાડી.


એલસીબીએ    બરડા  ડુંગરમાંથી દેશી દારૂની  ભઠ્ઠી ઝડપી પાડી.


પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર

LCBએ રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરડા ડુંગરના દિપડાવાળી જર વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.23,250નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે.

PI આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

દરમિયાન મળેલી બાતમીના આધારે બરડા ડુંગરમાં દિપડાવાળી જરથી આશરે એક કિલોમીટર દૂર રાણના ઝાડ નીચે દરોડો પાડવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન દેશી દારૂ બનાવવા માટેનો 800 લીટર આથો, કિંમત રૂ.20,000, આથાની વાસવાળા 200- 200 લીટરના

ચાર પ્લાસ્ટિકના બેરલ, બે બોઇલર બેલર, બે ફિલ્ટર બેરલ અને 15-15 લીટરના 10 ખાલી ડબ્બા સહીત રૂ.23,250નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે સ્થળ પર આરોપી હાજર મળી આવ્યો નહતો. પોલીસે રાજુ નગાભાઈ ઉલવા, રહે.આદિત્યાણા ગામ, બાયપાસ રોડ, નવાપરા, તા. રાણાવાવ વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ

ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande