
જૂનાગઢ 22 ઓગસ્ટ (હિ.સ.) વર્ષ ૨૦૨૬-૨૭ માટે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો અત્રે જણાવ્યા મુજબના ઘટકોમાં અરજી કરી શકે છે. જેના માટે ખેડૂતોએ https://ikhedut.gujarat.gov.in/site/ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને પોતાના તાલુકા મુજબ આગામી તારીખ ૨૪/૦૮/૨૦૨૬ થી તારીખ ૦૭/૦૯/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
જેમાં બિન અનામત કેટેગરીના ખેડૂતો માટે કલ્ટીવેટર જૂનાગઢ શહેર, લેન્ડ લેવલર જૂનાગઢ શહેર, પ્લાન્ટર જૂનાગઢ, વંથલી, માણાવદર, પ્લાઉ (હળ) જૂનાગઢ શહેર, પાવર ટિલર જૂનાગઢ શહેર, ભેંસાણ, વિસાવદર, રેઇઝર/પાળા બનાવવાનું સાધન/નીક ખોલવાનું સાધન, ફૂરો ઓપનર વિસાવદર, હાથથી ચાલતું દાંતરડું વંથલી, પાણી વહન કરવાની પાઇપ લાઇન જૂનાગઢ શહેર, વ્હીલ હો માણાવદર આમ અલગ અલગ તાલુકા પ્રમાણે જનરલ કેટેગરીના ખેડૂતો અરજી કરી શકે છે.
તેમજ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ઓલ હેરો કેશોદ, બળદથી ચાલતું વાવણીયું કેશોદ, માંગરોળ, પાક સંરક્ષણ માટેના પાવર સંચાલિત સાધનો મેંદરડા, કલ્ટીવેટર જૂનાગઢ, માણાવદર, લેઝર લેન્ડ લેવલર કેશોદ, અન્ય ખેત ઓજારો વિસાવદર, હળ માણાવદર, માંગરોળ, પાવર થ્રેસર વિસાવદર, રોટરી પાવર ટિલર/પાવર વીડર કેશોદ, માણાવદર, માંગરોળ, રોટાવેટર જૂનાગઢ, કેશોદ, ઓટોમેટિક વાવણીયું જૂનાગઢ, માણાવદર, માંગરોળ, વંથલી, વિસાવદર, હાથથી ચાલતું દાંતરડું કેશોદ, તાડપત્રી ભેંસાણ, જૂનાગઢ, કેશોદ, માણાવદર, માંગરોળ, મેંદરડા, વિસાવદર, બળદ વગર હાથથી ચાલતી રાંપ વ્હીલ હો કેશોદ માટે ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પંપ સેટસ, પાણીની પાઇપ લાઇન માટે વિસાવદર તાલુકા અરજી કરી શકે છે.
અત્રે જણાવ્યા અનુસાર તમામ ઈચ તાલુકા વાઇઝ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેવા તમામ ખેડૂત મિત્રોએ આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પર મળેલા ઓટીપી વન ટાઈમ પાસવર્ડ દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા માટે અનુરોધ કરવામાં આવે છે.
તેમજ આ અંગે વધુ જાણકારી મેળવવા માટે ખેડૂતોએ તેમના જે તે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતીનો સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ