


પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરમાં શ્રાવણ માસ નિમિત્તે કાવડ યાત્રિકોની સેવા માટે સદાબહાર ગ્રુપ દ્વારા સરસ્વતી નદી કિનારે આવેલા સ્વયંભૂ બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સેવા કેમ્પ યોજાયો હતો. 22 ઓગસ્ટની રાત્રે યોજાયેલા આ કેમ્પમાં ઉત્તર ગુજરાતમાંથી આવતા કાવડિયાઓ માટે ચા, ફરાળી નાસ્તો અને શુદ્ધ મિનરલ વોટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. હજારો કાવડિયા ખુલ્લા પગે સિદ્ધપુર આવી સરસ્વતી નદીનું પવિત્ર જળ લઈ જતા હોય છે.
કાર્યક્રમ દરમિયાન મહાદેવની મહાઆરતી યોજાઈ હતી, જેમાં શહેરના અનેક શિવભક્તો જોડાયા હતા. આરતી બાદ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોકભાઈ સુથાર, અમિતભાઈ, વિશાલભાઈ અને પિયુષ ભગત સહિતના કલાકારોએ શિવભક્તિના ભજનો રજૂ કરી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. સેવાયજ્ઞના મુખ્ય દાતા નામીકભાઈ ભટ્ટ રહ્યા હતા.
સેવા કેમ્પનું સંચાલન સદાબહાર ગ્રુપના નિરંજનભાઈ ઠાકર, ભાર્ગવભાઈ રાવલ, મનીષભાઈ આચાર્ય, દિપકભાઈ શુક્લ, પ્રવીણભાઈ દરજી, નૈનેશભાઈ, દીક્ષિતભાઈ દવે, પ્રકાશભાઈ પ્રજાપતિ, પ્રિયંકભાઈ રાઠોડ અને પ્રફુલભાઈ સહિતના સભ્યોએ કરી કાવડિયાઓની સેવા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ